ધોળા દિવસે આંગડિયા માધા મગન પેઢીના કર્મચારીને માર મારી લૂંટ

સુરેન્દ્રનગરના મેઈન રોડ પર આવેલી માધા મગન આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી બે અજાણ્યા શખ્સોએ રોકડ રકમની લૂંટ ચલાવી નાશી ગયા છે. જો કે લૂંટની રકમ કેટલી છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી પરંતુ લાખો રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લૂંટની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત કર્મચારીનું નામ અરજણભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે.