નિત્યાનંદ આશ્રમ કાંડ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાના શરતી જામીન મંજૂર

અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને શરતી જામીન આપ્યા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.