ટંકારીયા ગામે ચાલતા સટ્ટા બેટીંગનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાલેજ પોલીસ
✍️ મનિષ કંસારા
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવ્રુત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ જે સબબ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ સી. કે. પટેલ નાઓ તરફથી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે.
પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. દેસાઈ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ટંકારીયા ગામે મોટા પાદરમાં સિમેન્ટ કોંક્રીટનાં બાંકડા ઉપર બેસીને આરોપી મુનાભાઈ મહંમદ દેવરામ નામનો ઈસમ પોતાનાં આર્થિક ફાયદા સારૂ મુંબઈથી નીકળતા કલ્યાણ ઓપન-બંધ, મિલન ઓપન-બંધ, ટાઈમ ઓપન બંધ, વરલી મટકાનો આંકડાનો જુગાર રમતા આરોપીની અંગ ઝડતીમાંથી વલણનાં રોકડા રૂપિયા ૧૧૬૨૦/- તથા Redmi dss કંપનીનો મોબાઈલ નંગ-૦૧ કિં.રૂ. ૩૦૦૦/- તથા મોબાઈલ ફોનમાં ચેટ હિસ્ટ્રીમાં આંકડાનાં જુગારની વિગત લખેલ સ્ક્રીન શોટ નંગ-૧૬ કિં.રૂ. ૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૪૬૨૦/- નાં મત્તાનાં મુદ્દામાલ સાથે આરોપીને સ્થળ ઉપરથી પકડી પાડી જુગાર ધારા કલમ- ૧૨(અ) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી: મુનાભાઈ ઉર્ફે મુન્નો મહમદભાઈ દેવરામ ઉં.વ.૪૫ રહે. ટંકારીયા ગામ, એસ.ટી.કોલોની, તા.જિ.ભરૂચ
વોન્ટેડ આરોપી: અનવરભાઈ મહંમદભાઈ કોઢીયા રહે.ટંકારીયા ગામ, નાનાપાદર નવીનગરી, તા.જિ.ભરૂચ
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ: અંગ ઝડતીનાં વલણનાં રોકડા રૂપિયા ૧૧૬૨૦/- તથા Redmi કંપનીનો મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ. ૩૦૦૦/- તથા મોબાઇલ ફોનમાં ચેટ હિસ્ટ્રીમાં આંકડાનાં જુગારની વિગત લખેલ સ્ક્રીન શોટ નંગ-૧૬ કિં.રૂ. ૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૪૬૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી: (૧) એસ. એમ. દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર પાલેજ પોલીસ સ્ટેશન તથા (૨) અ.હે.કો. રાજેન્દ્રભાઈ નાથાભાઈ બ.નં. ૧૫૬૫ (૩) અ.પો.કો. કરશનભાઈ તેજાજી ગોહિલ બ.નં.૦૧૩૫૯ (૪) અ.પો.કો. સુનિલકુમાર રાજેશભાઈ બ.નં-૦૧૪૬૩ (૫) અ.પો.કો. હરેશભાઈ અંબારામ બ.નં.૦૧૪૦૧ નાઓની ટીમ વર્ક થી કરવામા આવેલ છે.