સોમવાર થી રાજપીપળા સહિત નર્મદા મા ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થશે.

સોમવાર થી રાજપીપળા સહિત નર્મદા મા ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થશે.
વાલીઓમાં કોરોનાના ડર ને કારણે ખાસ ઉત્સાહ નથી.
આજે પહેલા દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળશે.
સોમવારથી શાળા માં 100% સ્ટાફ બોલાવવા માટેની સુચના.
રાજપીપળા,તા.10
સોમવારથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવી રહ્યા છે. લગભગ 8 મહિનાના વેકેશન પછી શાળા ખોલવા જઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ માં એક તરફ શાળાઓમાં જવા માટે ઉત્સાહ છે.તો બીજી તરફ વાલીઓને કોરોનાનો ડર લાગી રહ્યો છે. પોતાના સંતાનોને કોરોના સંક્રમણ થવાની દહેશતથી વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા નહિ રહ્યા છે,એ જોતાં પહેલે દિવસે સોમવારે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે તેવી શક્યતા છે.
જો કે સોમવારથી શાળા માં 100% સ્ટાફ મુ લાવવાનો રહેશે શાળામાં થર્મલ ગન વસાવવી, શાળામાં તમામ વર્ગખંડ પરિસરમાં ટોયલેટમાં સેનીટાઇઝર સ્વચ્છતા કરાવવી,શાળામાં શુક્રવાર શનિવાર માં મેદાનમાં છ ફૂટના અંતરે ગોળ રાઉન્ડ કરવા,શાળામાં સેનીટેશનની વ્યવસ્થા કરવી, શાળામાં પટાવાળા ન હોય, ત્યાં શૈક્ષણિક સ્ટાફ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવું,વાલીની સંમતિ આપે તો જ વિદ્યાર્થીને શાળા પર બોલાવાશે, શાળામાં વિદ્યાર્થી આવતાની સાથે જ તેમ જ શાળા છૂટયા સુધી શાળામાં વિદ્યાર્થી માટે વિવિધ પ્રોટેક્શન સમિતિ બનાવવામાં આવી રહી છે.
એસઓપી ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થી ટ્રાન્સપોર્ટેશન કરતા હોય તેના માટે આચાર્યએ એસઓપીની ગાઇડલાઈનનું પાલન કરવાનું રહેશે, શાળામાં એસઓપીની પ્રિન્ટ કાઢી દરેક શિક્ષક તેમજ વહીવટી કર્મચારીની સહી કરાવવી પડશે, આસપાસના આરોગ્ય વિભાગના લાગુ પડતા સીએચસી,પીએચસીના ટેલીફોન નંબર રાખવા વિદ્યાર્થી તેમજ શાળાના તમામ સ્ટાફ ફરજિયાત રાખવા તથા શાળામાં પોતાના રેગ્યુલર ટાઈમ મુજબ શરૂ કરી, વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે શાળાએ આવકારવાની આચાર્યોને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી સૂચના અપાય છે. ઉપરાંત જે વિદ્યાર્થીને શાળા પર આવવાની પરમિશન આપેલ ન હોય તેના માટે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.
વાલીઓની સંમતિ માટે શાળાઓ વાલીઓ પાસેથી ફોર્મ ભરાવશે, જોકે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીને ત્રણ કલાક ભણાવાશે.સોસીયલ ડિસ્ટન્સ,માસ્ક અને સેનેટાઈઝર લગાવીને વર્ગખંડમાં પ્રવેશ કરાવશે. લિમિટેડ સંખ્યામાં બેસાડવાના હોવાથી શિક્ષકોની એક વિષય બેબ્બે વાર બનાવવા પડશે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા