છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રેલવે સ્ટેશન પર કેવડિયા થી વારાણસીના પાટીયા લાગેલા મહામના એકસપ્રેસ ટ્રેન
પાર્ક કરતા લોકોમાં હતુહલ જોવા મળ્યું.
તા.૧૬ ના રોજ દેશના વડાપ્રધાન દિલ્હીથી કેવડિયોને પર્યટક સ્થળતરીકે વિકાસ કરવા દેશના વડાપ્રધાન છે
લોકપર્ણ કરવામાં આવનાર છે.
રાજપીપળા,તા9
દેશના દરેક ખુણામાંથી લોકો કેવિડયા સ્ટેટુ ઓફ યુનિટી જોવા આવે તે માટે કેવડિયા રેલવે સ્ટેશન ઉભુ કરી તેને
વડોદરા સ્ટેશન સાથે જોડી દેવામાં આવ્યું છે. અને કેવડિયા થી વડોદરા ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. જેને લઈને
રેલ તંત્ર યુધ્ધના ધોરણે કામે લાગુ છે. અને કેવડિયાથી વારણસી દોડવા વાળી ટ્રેનને બોડેલી રેલવે સ્ટેશન પર
પાર્કીગ કરવા મા આવી છે. અને તેના ડબ્બાઓ પર કેવડિયા વારાણસી બોર્ડ દેખાય છે, અને ટ્રેનનું નામ મહામના
એક્સપ્રેસ દેખતા ત્યાંથી પસાર થતાલોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. જોકે કેવડિયા રેલવે લાઇન અને બોડેલીરેલવે
લાઇન અલગ અલગ છે. પરંતુ લોકડાઉન બાદ બોડેલી રેલવે સ્ટેશન બંધ હોવાથી આ ટ્રેન અહી પાર્ક કરવામાં આવી
છે.
તસવીર- જયોતિ જગતાપ રાજપીપળા