વિકાસના વિવિધ કામો કરી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરીએ-
વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્ય
રૂ. ૧૮ લાખના ખર્ચ સ્ટ્રીટલાઇટ અને ફાયર ફાઈટર વાહનનું વિધાનસભાના અધ્યક્ષાશ્રીએ લોકાર્પણ કર્યું
ભુજ,શનિવાર
ભુજ શહેરના ઉમાનગર સોસાયટી ખાતે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યે રૂ.૧૮ લાખના ખર્ચે તૈયાર થયેલ સ્ટ્રીટલાઈટ તેમજ રાજ્ય સરકાર દ્વારા ભુજ નગરપાલિકાને ફાળવેલ ફાયરફાઇટર વાહનનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારી માટે સરકાર દ્વારા વિકાસના વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે તેનાથી શહેરીજનોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિના કારણે વિકાસની હરણફાળમાં ભુજ શહેર સામેલ થઇને દેશના વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે
આ પ્રસંગે ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ શહેરને હવે સ્માર્ટ સિટી બનતા કોઈ નહીં રોકી શકે વિકાસના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે તેના લીધે શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
આ તકે નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, પાણી સમિતિ ચેરમેનશ્રી ઘનશ્યામ ઠક્કર, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી મનુભા જાડેજા, રોડ લાઈટ સમિતિ ચેરમેનશ્રી હનીફભાઇ માજોઠી, નગર સેવકશ્રી મનીષાબેન સોલંકી, રાજસ્થાન સરકારના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, અગ્રણી સર્વશ્રી બાલકૃષ્ણ મોતા, ગોદાવરીબેન ઠક્કર, જયંતભાઈ ઠક્કર, હિરેન રાઠોડ, ડો.ભાવેશભાઇ આચાર્ય, પ્રફુલસિંહ જાડેજા, હસ્મિતાબેન ગોર, જશાભાઈ, રવિભાઈ ગરવા, કેશુભાઇ પારસિયા, રમેશભાઈ ગરવા, રાજગોર દુર્ગાસિંહ,તેમજ ઉમાનગર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં
જીતેન્દ્ર ભીલ