આરક્ષણ સુપ્રીમનો સૌથી મોટો નિર્ણય સરકારી નોકરીઓમાં લાગશે ઝટકો

સુપ્રીમ કોર્ટએ સરકારી નોકરીઓમાં આરક્ષણના દાવાની અવહેલના કરતા કહ્યું કે, સરકારી નોકરીઓમાં દાવો કરવો એ કોઈ મૌલીક આધિકાર નથી અને કોઈ પણ અદાલત રાજ્ય સરકારને એસસી/એસટીને આરક્ષણ આપવા આદેશ ના આપી શકે. કોર્ટે કહ્યુકે, તે પુરી રીતે રાજ્ય સરકારોનાં વિવેક પર નિર્ભર છેકે, તેમણે આરક્ષણ અથવા પદોન્નતિમાં આરક્ષણ આપવું છેકે નહી.
એટલા માટે રાજ્ય સરકારો તેને અનિવાર્ય રુપથી લાગૂ કરવા માટે બાધ્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે, રાજ્ય સરકારો જ્યારે આરક્ષણ આપવા માંગે છે તો સરકારી સર્વિસમાં અનુસૂચુત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ને પર્યાપ્ત પ્રતિનિધિત્વ માટે ડેટા જોડવાથી બાધ્ય છે.