*ભરૂડી ભુણાવા પાસે શ્રમિકની હત્યામાં સંડોવાયેલ ફરાર નગરસેવક મોવિયા પાસેથી ઝડપાયો*

ગોંડલ નગરપાલિકાના 2 નગરસેવકો સહિત 6 શખ્સોએ ચોરીની શંકાએ શ્રમિક યુવાનની હત્યા કરવાની ચકચારી ઘટનામાં રાત્રે એક નગરસેવક સહિતના બે શખ્સો પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ પોલીસે વધુ એક નગરસેવકની ધરપકડ કરી છે.