અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મકરસંક્રાંતિ 2021 દરમિયાન પતંગ કે દોરી ન વેચવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશો સિવાય અન્ય કોઈ વ્યક્તિ ધાબા પર પતંગ ચગાવી શકશે નહિ. હાઇકોર્ટે સરકારને સહેજ સુધારા સાથે આ મુદ્દે પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે.
ઉત્તરાયણને લઈને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયેલા નિર્દેશ
1. જાહેર સ્થળો-રસ્તાઓ અ્ને ખૂલા મેદાનો પર પતંગ ચગાવવાની મંજૂરી નહીં.
2. કોરોનાના પગલે ઉત્તરાયણની ઉજવણી માત્ર કુટુંબની નજીકના સભ્યો સાથે જ કરવાની રહેશે.
3. માસ્ક વિના કોઇ પણ વ્યક્તિઓ પતંગ ચગાવવા માટે સોસાયટી-ફ્લેટના ધાબા પર ભેગા થવાનું નહીં.
4. ફરજિયાત સામાજિક અંતરના નિયમો અને સેનિટાઇઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.
5. ફ્લેટ કે સોસાયટીના રહીશો સિવાયના કોઇ મેમ્બર્સ-મહેમાનોને ધાબા-અગાશી પર મંજૂરી નહીં. જો આ નિયમનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને જવાબદાર ગણી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
6. ફલેટ કે સોસા.ના ધાબા પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા પર પ્રતિબંધ.