ગુજરાત
ઉત્તરાયણની મંજૂરી આપવા અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી, જાણો શું કહ્યું?
અમદાવાદઃ શુક્રવારે રાજ્ય સરકારે ઉત્તરાયણને લઈને હાઈકોર્ટમાં નિવેદન આપતા કહ્યું હતું કે કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પુરતા પગલાં લેવામાં આવશે. સરકાર તરફથી રજૂઆત કરતા એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, એક વર્ષમાં 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ અને દોરાનું વેચાણ થાય છે. જેમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે, તેમની રોજગારી છીનવાય તો યોગ્ય નહીં. સાથે જ તેમણે કહ્યું કે, દિવાળી વખતે એક વખત દાઝ્યા છીએ… ફરીથી ચૂક ના થાય તે જોવાની જવાબદારી અમારી છે. યોગ્ય કાર્યવાહી કરીશું.
સાથે જ આ ઉત્તરાયણમાં ધાબા પર લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ રાખવાનું એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું. સોસાયટીઓમાં ઘરના ધાબા પર માત્ર પરિવારના સભ્યો જઈ શકશે. ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં બ્લોકના મર્યાદિત સભ્યો ધાબે જાય તે માટે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને પગલાં લેવા માટે તાકીદ કરાશે. ગર્ભવતી મહિલાઓ 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ ધાબે ન જાય તે હિતાવહ છે.
એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાયપુર ટંકશાળ અને નરોડા જેવા પતંગ બજારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુનો અમલ કડકાઈથી કરાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ લગાવાશે. કોઈ પણ સોસાયટીના ધાબે બહારના વ્યક્તિઓને પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી, પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી ખુબ જ જરુરી