ગુજરાત મા વહેલી ચૂંટણીની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે- CM રૂપાણી




ગુજરાતમા કોંગ્રેસના બધા કાર્યક્રમો માત્ર રાજકીય સ્ટંટ રહ્યા છે.પ્રજાએ એની કોઈ નોંધ લીધી નથી-
CM રૂપાણી

કોવીડ ગાઈડ લાઈનના પાલન સાથે શ્રાવણ માસના તહેવારોઉજવવા આપી મુખ્યમંત્રીએ લીલી ઝંડી


રાજપીપલા, તા 10



મુખ્યમંત્રીવિજય ભાઈ રૂપાણી સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો હતો જેની પુર્ણાહુતી રાજપીપલા ખાતે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી ઉજવણી કરી હતી જેમાં મુખ્યંત્રીએ આજે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે
મરાજપીપળા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.૩૪૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું કર્યું ખાતમુહૂર્તકર્યું હતું અનેમુખ્ય મંત્રીએ આદિવાસી વિસ્તારોમાં રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૨૨૨ કરોડના ૯૦ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યાહતા



આ પ્રસંગે ઉત્તરપ્રદેશની ચૂંટણી ના સંદર્ભમાં ગુજરાતનું ઇલેકશન વહેલું આવશે કે કેમ આ અંગે મુખ્યમંત્રીએપ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસરજ થશે. અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ.ચૂંટણીલક્ષી ભારતીય જનતા પાર્ટી યોજના બનાવતી નથી. અમે તો પાંચે પાંચ વર્ષ પ્રજા વચ્ચે જનારા લોકો છીએ.કોંગ્રેસ ફક્ત ચૂંટણી વખતે તૈયાર હોય છે.વહેલી ચૂંટણીની કોઈ શક્યતાહું જોતો નથી.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતમાં ચાલી રહેલા કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના વિરોધને કોઈએ નોંધ લીધી નથી. માત્ર મીડિયા લક્ષી કાર્યક્રમો થયા છે.ગુજરાતની પ્રજાએ ની કોઈ નોંધ લીધી નથી. અને તેનો વિરોધ એ પણ પ્રજા સમજી શકી નથી.કારણ કે આ બધા કાર્યક્રમોજેમકે આજે વિશ્વ આદિવાસી દિવસ છે તો આદિવાસીઓના વિરોધ કરવા નીકળી છે કોંગ્રેસ? ગઈકાલે શહેરોના વિકાસ કામો હતા તો એનો વિરોધ કરવા નીકળે છે કોંગ્રેસ? એટલે કોંગ્રેસના બધા કાર્યક્રમો માત્ર રાજકીય સ્ટંટ રહ્યા છે. પ્રજા કોઈ આ કાર્યક્રમમાં જોડાઈ નથી. તેમના કાર્યક્રમો નિષ્ફળ રહ્યા છેએમાજણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ડોક્ટરોની હડતાળ પાછી ખેંચવા પણ તેમણે અનુરોધ કર્યો હતો અનેક કોવીડ ના પિરિયડને કન્સિડર કરી કામે લાગી જવા જણાવ્યું હતું
શિક્ષકોની ચાલી રહેલી હડતાળ અંગે તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોના વ્યાજબી પ્રશ્નો સરકારે હંમેશા ઉકેલ્યા જ છે. જો તેમના પ્રશ્નો વ્યાજબી હશે તો ચોક્કસ ઉકેલશું પણ ગેરવ્યાજબી પ્રશ્નો હશે તો એમાં સરકાર કઈ કરી શકશે નહીંતેમ જણાવ્યું હતું
શ્રાવણ માસના તહેવારો અંગે કોરોના સંક્ર્મણ થી બચવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકો ચોક્કસ શ્રાવણ મહિનો આનંદથી ઉજવે કોરોના ગાઇડ લાઇનનુ પણ પાલન કરે. માસ્ક પહેરે. સોસીયલ ડિસ્ટન્સ જાળવેઅને કાર્યક્રમ કરે એવી હું બધાને વિનંતી કરું છું. સેકન્ડવેવ મા કોરોનાને આપણે ચોક્કસ નાથી શક્યા છીએ પણ થર્ડ વેવની સંભાવના ને આપણે નજર અંદાજ ન કરવી જોઈએ એમ જણાવી કોવીડ ગાઈડ લાઈનના પાલન સાથે શ્રાવણ માસના તહેવારોઉજવવા મુખ્યમંત્રીએ લીલી ઝંડીઆપી હતી



રિપોર્ટ :જ્યોતિ દીપક જગતાપ, રાજપીપલા