બ્રહ્મ સમાજમાં મૃત્યુ પાછળ સમૂહ ભોજન ને સંપૂર્ણ પણે બંધ કરવા સમાજના અગ્રણીઓની અપીલ
સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા સમાજમાં ચાલતા મૃત્યુ બાદ સમુહભોજના રિવાજને સંપૂર્ણપણે બંધ કરવા સમાજના અલગ અલગ ગોળના 44 અગ્રણીઓ સાથે થયેલી ચર્ચા વિચારણા બાદ બુધવારે પાલનપુર ખાતે સમાજના આગેવાનોએ સમાજમાં કુરીવાજો બંધ કરવા સમાજના લોકોને આહવાન કર્યું છે
બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મ સમાજ માં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના ગોળમા ચાલતા રિવાજ મુજબ સમાજના લોકોને ભોજન કરાવવા માં આવતું હોવાનો રિવાજો છે. જોકે આવા કુરિવાજો ડામવા સમાજના અલગ અલગ ગોળના સામાજિક તેમજ રાજકીય 44 જેટલા આગેવાનોએ ચર્ચા વિચારણા બાદ બુધવારે પાલનપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય પાલનપુર શહેરના યુવા પ્રમુખ ધવલ મહાશંકરભાઈ જોષી સહિત ના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કેટલાક કુરિવાજો જેવા કે મરણ બાદ સમૂહ ભોજ આ રિવાજમાં સમાજના નાના માણસને પરિવારના વ્યક્તિના મોતની દુઃખની ઘડી એ સમાજને સમૂહ ભોજ આપવુ આર્થિક રીતે એક સંકટ સમાન બનેબાદ ભોજન આપવા થી મૃતકની આત્માને શાંતી મળે છે. તેમજ આ આત્માને મોક્ષ પ્રદાન થતું હોય છે. તો કોરોના ની આ મહામારી વચ્ચે જે લોકો ફરજ દરમિયાન વીરગતિ પામ્યા છે. વિશ્વમાં 4 લાખ થી પણ વધુ લોકો એ જીવ ગુમાવ્યા છે. તો શું તેમને મોક્ષ નહિ મળે, તેઓ સ્વર્ગ માં નહિ જય, આવા અનેક સવાલો છે. જેના જવાબ કોઈની પાસે નથી. છે .ત્યારે આવા કુરિવાજોને સમાજમાંથી દૂર કરી પરિવારના વ્યક્તિના મૃત્યુ બાદ નજીકના મંદિરમાં પૂજા અર્ચના કરતા કે કુળના ગોર મહારાજને દાન કરવા સમાજના લોકોને આહવાન કરવા માં આવ્યું છે આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્ય ક્ષબનાસકાંઠા જિલ્લા પ્રભારી ભરતભાઇ વ્યાસ,અતુલભાઇ ચોક્સી, લાલિતભાઈ પુરોહિત સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.