*નાગરિકતા કાનૂનઃ કોંગ્રેસ હવે કાનૂનના રસ્તે*

નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ