નવા વર્ષમા રાજપીપળાનો બુટલેગર પાસામા ધકેલાયો
સુરત મધ્યસ્થ જેલમા ધકેલી દેવાયો
એલસીબી નર્મદા અને ગરુડેશ્વર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
રાજપીપળા તા. 1
વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતો રાજપીપળાનો બુટલેગર પાસામા ધકેલાયોછે.એલસીબી નર્મદા અને ગરુડેશ્વર પોલીસે આરોપીને ઝડપી પાડીસુરત મધ્યસ્થ જેલમા ધકેલી દીધો છે.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો
વિરૂધ્ધ સખત અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટલ, પોલીસ ઇન્સ્પેક્ટર
એલ.સી.બીના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત,
પો.સ.ઇ. એલ.સી.બી., નર્મદા તથા તેમના પોલીસ સ્ટાફ
મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા આરોપી
વિરૂધ્ધ ગરૂડેશ્વર તેમજ રાજપીપલા પોલીસ મથક વિસ્તારમાં બે
પ્રોહીબીશનના ગુના દાખલ થયા હતા.જેમા આરોપી
ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી (રહે. જુનાકોટ રાજપીપલા) ની વધતી પ્રવૃતી ડામવા અને અંકુશમાં લાવવા એ.એસ.વસાવા, પો.સ.ઇ.
ગરૂડેશ્વરે પાસા કેસ નં. ૦૨/૨૦૨૦ ના કામે આરોપીભદ્રેશભાઇ ઉર્ફે કાલો
નિકુલભાઇ તડવી (રહે. જુનાકોટ રાજપીપલા તા.નાંદોદ) વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરીજીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલવામાં આવેલ હતી. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરતા આરોપી વિરૂધ્ધ પાસા ડીટેન્શના હુકમ થતાં આરોપી ને એલ.સી.બી
પોલીસ સ્ટાફ મારફતે ડીટેઇન કરી જરૂરી કાર્યવાહી કરી પાસાના કામે
સુરત મધ્યસ્થ જેલમા ધકેલી દેવાયો હતો.
આ આરોપી વિરૂધ્ધ નવસારી જીલ્લાના બીલીમોરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલ હોઈ નવસારી જીલ્લા પોલીસે પણ તેની
અટક કરી જેલ હવાલે કર્યાં હતા
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા