ખેડૂતોનું કલ્યાણ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભારત વિકાસ નો પ્રમુખ એજન્ડા છે: સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી
અમદાવાદ: ગુજરાત રાજ્યની ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે આવેલ નાબાર્ડ ઓફિસ ખાતે અમદાવાદ પશ્ચિમ ના સાંસદ વ મેમ્બર ફાયનાન્સ પાર્લામેન્ટરી કમિટી શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને ગુજરાત નાબાર્ડ ની બેઠક યોજાઇ આ બેઠક ને અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ ઉપસ્થિત સર્વે અધિકારીઓને દિશા નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના શાશન કાળ દરમિયાન દેશનો અનેકવિધ ક્ષેત્રે ઉત્તરોતર વિકાસ થયો છે ત્યારે નાબાર્ડની પણ આ વિકાસ કાર્ય માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે ત્યારે નાબાર્ડ નુ ગુજરાત એકમ ભારત સરકારની કલ્યાણ લક્ષી યોજનાઓ ને ગ્રાસરુટ લેવલ સુધી લોકો સુધી પહોંચાડી ને વધુ સારી રીતે વિકાસ કાર્યમાં આગળ વધે તે જરૂરી છે વધુમાં તેમણે જણાવેલ કે ભારત સરકારે 118 અતિ પછાત જિલ્લાઓ નો વિકાસશીલ અન્ય વિકસિત જિલ્લાઓ સાથે વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે 118 પૈકી દાહોદ અને નર્મદા જિલ્લા નો પણ તેમાં સમાવેશ થતો હોઈ આ બંને જિલ્લાઓ નો વિકાસ પણ અન્ય વિકસિત જિલ્લાઓની સાથે વિકાસ કરવામા આવે તે પ્રવર્તમાન સમયની માંગ છે .
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સમી ,હારીજ, સરસ્વતી,રાધનપુર સાંતલપુર જેવા અવિકસીત તાલુકાઓનો પણ અન્ય વિકસિત તાલુકો સમકક્ષ વિકાસ થાય તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ત્યાં સુધી પહોંચાડવામાં આવે તે જરૂરી છે વધુમાં તેમણે જણાવેલ કે સરસ્વતી નદી અંતસ્થ નદી હોય બારે માસ આ નદીમાં પાણી રહેતું નથી તો જળસ્ત્રાવ વિકાસ યોજના અન્વયે નાબાર્ડ દ્વારા ચેક ડેમ જેવી પદ્ધતિઓ અખત્યાર કરીને સરસ્વતી નદીનો પુનરોદ્ધાર બારેમાસ પાણી મળી રહે તે પ્રકારે થાય તે અત્યંત જરૂરી છે જરૂર જણાય તો વડલી નજીક એક નવીન ડેમ બનાવવામાં આવે અને જેમાં માતરવાડી અને વડલી વચ્ચેના સરસ્વતી નદી વિસ્તારમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તદુપરાંત સહસ્ત્રલિંગ સરોવર ને પણ જળસ્ત્રાવ યોજના થી લાભાન્વિત કરાય. સહસ્ત્રલિંગ સરોવરની બાજુમાં આવેલ જળ દેવતા અમર શહીદ વીર મેઘમાયા બલિદાન ભૂમિ પરીસરમાં વંશ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલ ગરીબ મધ્યમ વર્ગના કારીગરો દ્વારા ઉત્પાદન થતી વસ્તુઓ નું વેચાણ સરળતાથી થાય તે માટે રાણકીવાવ સહસ્ત્રલિંગ તળાવ અને વીર મેઘમાયા દેવની જગ્યામાં પ્રતિવર્ષ અને હજારો પ્રવાસીઓ આવતા હોય કારીગરો દ્વારા ઉત્પાદન થતી વસ્તુઓ નું સરળતાથી વેચાણ થઈ શકે તેમ જ તેના થકી કારીગરો આજીવિકા મેળવી શકે તે માટે” વીર મેઘમાયા ગ્રામીણ હાટ બજાર” નું નિર્માણ કરવામાં આવે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ફિશિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હાડી સમાજના લોકોને હોડી જેવા સાધનો માટે 100 ટકા સબસિડી સહાય યોજનાઓનો પણ સહકાર આપવામાં આવે અને ફિશિંગ ઉદ્યોગ દ્વારા હાડી સમાજના લોકો આર્થિક રીતે પગભર થાય એમ તેમણે જણાવ્યું હતું,
સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી ના સૂચનોને આવકારતા નાબાર્ડ ગુજરાત એકમના સીજીએમ એ વહેલી તકે તમામ બાબતો ઉપર કાર્ય શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી ને નાબાર્ડ ગુજરાત એકમ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલ વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. તેમજ પાટણ ખાતે આગામી સમયમાં સ્વયં પોતે વીરમાયા ભૂમિ પરીસરની મુલાકાત લઈને વિકાસ કાર્યોને આગળ વધારવા માટેની વાત દોહરાવી હતી.