સાંસદ મનસુખ વસાવાનાં રાજીનામાની થઈ અસર

સાંસદ મનસુખ વસાવાનાં રાજીનામાની થઈ અસર

ઈકોસેન્સેટીવ ઝોનમા આવતા ગામના ખેડૂતોના 7,12 ઉતારા અને નમૂના 6 માં જે કાચી એન્ટ્રીઓ તેને રદ કરવાનો નિર્ણય કરાયો

હવે ફોરેસ્ટ વિભાગ નર્મદા કલેકટરને સૂચના આપશે એ બાદ એન્ટ્રી રદ કરવાની કાર્યવાહી ચાલુ થશે.

આવનારી ચૂંટણી મા ઇકો સેંસિટિવ ઝોન મુદ્દે આદિવાસીઓનો વિરોધ ભારે પડે તેમ પણ લાગ્યુ

રાજપીપળા:તા 30

ગઈ કાલે
સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપી દેતા તેનાથી સરકાર હરકત મા આવી ગઈ હતી. રાતોરાત ગાંધીનગરનું તેંડુ આવતા રાજીનામું પાછુ ખેચાવડાવ્યા બાદ સરકારે ઈકોસેન્સેટીવ ઝોનમા આવતા ગામના ખેડૂતોના 7,12 ઉતારા અને નમૂના 6 માં જે કાચી એન્ટ્રીઓ તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો

નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરતા સ્થાનિક આદિવાસીઓમાં વિરોધનો સુર ઉઠ્યો હોઈ.ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા અથવા હળવો કરવા PM મોદીને રજૂઆત કરી હતી.દરમિયાન મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દેતા તેની અસર પડી હતી.
મનસુખ વસાવાના રાજીનામાં બાદ ગાંધીનગર ખાતે ઈકોસેન્સેટીવ ઝોન મુદ્દે કેબીનેટ મંત્રી ગણપત વસાવા, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા પ્રમુખ ધનશ્યામ પટેલ,ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા તથા વન અને પર્યાવરણ અધિકારીઓની ઉપસ્થિતમાં એક બેઠક મળી હતી.એ બેઠકમાં ચર્ચાઓ બાદ ઈકોસેન્સેટીવ ઝોનમા આવતા ગામના ખેડૂતોના 7,12 ઉતારા અને નમૂના 6 માં જે કાચી એન્ટ્રીઓ તેને રદ કરવાનો નિર્ણય કરાયો છે અને ભવિષ્યમાં આવી કોઈ એન્ટ્રી નહી પાડવામાં આવે એવી ખાત્રી આપી છે

એ બેઠકમાં હાજર ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આવતા નર્મદાના 121 ગામોનો ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.અભયારણ્યમાં 62 ગામો જ્યારે ઈકો સિસ્ટમ જાળવવા 0 થી 7 કિમિ વિસ્તારના બીજા ગામો ઉમેરાયા છે.

મોતીભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એટલે ઈકો સેન્સિટિવ ઝોનને વધુ સેન્સિટિવ બનાવવા વિપક્ષ આદીવાસી સમાજમાં ગેરસમજ ઉભી કરે છે.આ બાબતે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારના કેટલાક ગામોના ખેડૂતોના 7,12 ઉતારા અને નમૂના નંબર 6 માં ઈકો સેન્સિટિવ ઝોનની પ્રોહીબીટેડ એન્ટ્રીઓ પાડવા માટે વહીવટીતંત્રએ પ્રયત્ન કર્યો એટલે આ વિવાદ પેદા થયો હતો.ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવી એન્ટ્રીઓ પાડવાની કોઈ જોગવાઈ છે જ નહીં.

નર્મદાના જે પણ ગામોમાં આવી એન્ટ્રીઓ પાડવામાં આવી હશે એ એન્ટ્રીઓ રદ કરવા ગાંધીનગર ખાતેની બેઠકમાં નિર્ણય કરાયો છે.હવે ફોરેસ્ટ વિભાગ નર્મદા કલેકટરને સૂચના આપશે એ બાદ એન્ટ્રી રદ કરવાની કાર્યવાહી ચાલુ થશે.એક વ્યવસ્થિત ડ્રાફટ તૈયાર કરી 121 ગામોમાં આવી એન્ટ્રીઓ ફરી ન પડે લોકોને હેરાનગતી ન થાય એ માટે પણ તંત્રને સૂચના અપાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવતા ગામોમાં NA પ્રક્રિયા રદ કરવાની તંત્ર હિલચાલ કરી રહ્યું છે, એની સામે પણ લોકોમાં રોષ ફેલાયો છે.જો વર્ષ 2016 પછીની જમીનો NA નહિ થાય એમ સરકાર નક્કી કરે તો જમીનમાં રૂપિયા રોકનારા જમીન માફિયાઓને સલવાવવાનો વારો આવી શકે છે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા