*રેલ્વે મંત્રી પીયુષ ગોયલનું સૌથી નિવેદન*

આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશે’એમ ગોયલે કહ્યું હતું.