આગ દુર્ઘટના: અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પ્લેક્સ માં ભીષણ આગ 6 દુકાનો આગની ઝપેટમાં આવી 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે રોડ બંધ કરાયો.

આગ દુર્ઘટના:અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 6 દુકાનો આગની ઝપેટમાં આવી, 8 ફાયરફાઈટર ઘટનાસ્થળે, રોડ બંધ કરાયોઅમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. આગ લાગતા રીલીફ રોડ તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.આગના પગલે રોડ બંધ કરાયો.આગના પગલે રોડ બંધ કરાયો.મળતી માહિતી મુજબ આજે બપોરે રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા જ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને કોમ્પ્લેક્સના ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગને પગલે 6 ફાયર ફાઇટર, 1 હાઇડ્રોલીક મશીન અને 2 એમ્બ્યુલન્સ સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિત 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 45 મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ હતી. હાલમાં ઘટનાસ્થળે કુલીગની કામગીરી થઈ રહી છે. આગને પગલે રિલીફ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક માટે રોડ બન્ધ કરી દેવાની ફરજ પડી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.