મધ્યકાલીન સાહિત્યના નરસિંહ મીરાં આદિ ભકત કવિઓ કોરોનાકાળમા હોત તો કેવી કવિતાઓ ગાતા હોત
એક કલ્પના.એક કલ્પન(પ્રતિકાવ્યો)
😳નરસિંહ મહેતા:
જાગીને જોઉ તો માસ્ક દિશે નહિ
ઊંઘમા અટપટા MEMO ભાસે…
મને મળે મને મળે એજ અજ્ઞાનતા
એમ કાંઈ વેકસિન ન આવે પાસે.
* * *
માસ્ક વિણ, ગ્લોઝ વિણ સાબુ વિણ જો જરી,
અચળ ઝળકે સદા કોરોના કેવો…
નેત્ર વિણ નિરખવો, વણ જિહ્વાએ વાયરસ જોવો
*
અખિલ બ્રહ્માંડમા એક ‘ભાઈ’ તું ખરો
જુજવૈ રૂપે અનંત ભાસે
ચિત્ત ચૈતન્ય વાયરસ તદ્રુપ છે
રાજય લટકાં કરે કેન્દ્ર પાસે
* *** *
‘જશોદા’ તારા ‘કાનુડા’ને બોધા પાડી વાર રે.
આવડી ધુમ મચાવે દેશમા, નહિ કોઈ પુછણહાર રે
નીરખને તું, વિશ્વમા, કોણ ધુમી રહયો
હું જ છું, હું જ છું, એમ બોલ્યા કરે
*** ****** **** ************* અખિલ આ દેશમા એક તું મુકલા
આકાશ અનંતને ઈશાનિતા મ્હાલે
પવન તું પાણી તુ ભુમિ તુ ગૌતમા
બિલ બની ફુલી રહયો આકાશે
😊મીરાંબાઈ:
એ પોતે કોરોના સંક્રમિત છે. પ્રાઈવેટ લેબના ભાવ પરવડે તેમ નથી.. એટલે તે જાતે જ કહે છે..
મને તો કોવિડ વુહાન… દુસરોના કોઈ
*
માસ્કની માયા મને લાગી કોવિડ પ્યારા
માસ્કની માયા મને લાગી..
**** ** ***
ધીમુ રે પડયુ રે ઘમણ ઢીલું રે પડયુ
મારા ફેફસાં ફાટેને ઘમણ ઘીમુ રે પડયુ.
** ** **
કરના ફકિરી ફિર કયા દિલગીરી
સદા મગનમે રહેના જી
કોઈ દિન કાશી કોઈ દિન કેવડિયા
બસ પુરી દુનિયા રખડના જી
(અન્ય ભકતકવિઓની રચના આવતી કાલે) ડો. સ્વપ્નિલ કૈશવલાલ મહેતા