*ગાંધીનગરમાં અનિલ બકેરી સહિત 25 સામે છેતરપિંડીની ફરિયાદ*

ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ લીધેલી જમીન ખેડૂતોએ બીજી વખત અનિલ બકેરીને વેંચી હતી. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.