*એપ્રિલ 2020થી સરકાર શરૂ કરી રહી છે નવી સ્કીમ*

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું બિલ ડિજિટલ પેમેન્ટ મોડ પર ચૂકવણી કરવા પર છુટ આપવાની સુવિધા 1 એપ્રિલ 2020થી શરૂ થઈ શકે છે. આ નવી સ્કીમ હેઠળ યુઝર્સને 20 ટકા સુધીનું કેશબેક પણ મળશે. UPI, BHIM, RuPay Card થી પેમેન્ટ આપવા પર છૂટ મળશે. સરકારે ગ્રાહકોના હાથમાં જ ડિસ્કાઉન્ટ આપવાની સિસ્ટમ બનાવવા માટે સ્ટાર્ટ-અપ ફિનટેક કંપનીઓ માટે એક ચેલેન્જ લોન્ચ કરી છે. જેમાં આ સિસ્ટમને બનાવનાર ફિટનેક કંપનીને 3 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે.ગ્રાહકોના હાથમાં જ મળશે કેશબેક ડિસ્કાઉન્ટGST બિલ ડિજિટલ પેમેન્ટ એટલે કે, UPI, Bhim, RuPay કાર્ડ આપવાપરઉપભોક્તાને કેશબેક ડિસ્કાઉન્ટ મળશે, ડિજિટલ પેમેન્ટ પર ઉપભોક્તાને 20 ટકા સુધીનું કેશબેક મળશે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં GST કાઉન્સિલે આ વાતની મંજૂરી પણ આપી દીધી હતી.