આ ભુદેવ માત્ર ૨ રૂપિયામાં ગરીબ અને ભૂખ્યા લોકોને જમાડે છે ભરપેટ ભોજન.

હિન્દુ ધર્મમાં અન્નદાનને સૌથી મોટું દાન માનવમાં આવે છે. ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે તો તેનું પુણ્ય મરણોપરાંત રહે છે. એટલે જ શાસ્ત્રોમાં પણ અન્નદાન કરવાનું જણાવવામાં આવેલ છે.

અમદાવાદમા રહેતા મૂળ પાલનપુરના રહેવાસી રાજેન્દ્રભાઈ જોશી ડીસા અને પાલનપુરમાં જુદી જુદી જગ્યાઓ પર અન્નપૂર્ણા રથ ચલાવી રહ્યા છે તેમાં તેઓ માત્ર ૨ રૂપિયા ટોકન લઈને રોજ લગભગ ૮૦૦૦ ભૂખ્યા લોકોને શુધ્ધ અને સાત્વિક કઢી-ખીચડી ભોજન જમાડે છે.

આ ગુજરાતી ભૂદેવે ગરીબીમાં દિવસો પસાર કરેલા છે માટે તેઓ ગરીબ અને ભૂખ્યા લોકો માટે આ સેવકાર્ય કરી રહ્યા છે. કોઈપણ જાતની અપેક્ષા વગર તેઓ આ કાર્ય કરે છે અને આ માટે તેમણે દિલથી નમન કરવાનું મન થાય છે.

તેઓએ આ અન્નપૂર્ણા રથ તા.૩૦/૦૯/૨૦૧૬ ના રોજ તેમના માતા-પિતાના શ્રાદ્ધના દિવસથી તેમની યાદમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૨ રૂપિયાના ટોકન દરથી કઢી અને ખીચડી જમાડવામાં આવે છે. આ મોંઘવારીના સમયમાં ૩૦ થી ૪૦ રૂપિયાનો સામાન્ય ખર્ચ પણ નાસ્તો કરવા જઈએ તો થાય છે ત્યારે તેઓએ આ ખર્ચો એક સામાન્ય પગારદાર વ્યક્તિને ના પોસાય તેથી આ નજીવી રકમ લઈને ભરપેટ જમાડવાની આ સેવા શરૂ કરવાનો વિચાર તેમણે આવ્યો.

આ સેવા શરૂ કરવાની સાથે સાથે તેઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે કોઈના ધંધા પર આની માઠી અસર ના થાય એટલા માટે તેઓએ કઢી અને ખીચડીનું વિતરણ કરવાનું વિચાર્યું. કારણ કે, કોઈ લારી કે ધંધાવાળો કઢી-ખીચડીનું વેચાણ કરતો નથી આથી કોઈના ધંધાને અસર કરે નહીં. તેમનો આ વિચાર પણ ધન્યવાદને પાત્ર છે.

લોકોના મનમાં જરૂર વિચારે આવે છે કે સસ્તું છે એટલે જેવુ તેવું હશે પણ એવું નથી આ ભોજન દરેક વ્યક્તિ જેમકે, બાળકો, યુવાન અને વૃધ્ધ દરેક વ્યક્તિ કરતાં હોવાથી હેલ્ધી અને સાત્વિક ભોજન જ આપવામાં આવે છે. આ સાથે ચોખ્ખાઈનો પણ ખુબજ ખ્યાલ રાખવામા આવે છે. ૧૦૦૦ સ્વચ્છ સ્ટીલની વાટકી, ચમચી અને પીવાનું પાણી તથા કચરાપેટી અન્નપૂર્ણા રથમાં રાખવામા આવેલ છે.

ભોજન માટે વપરાતા વાસણોનો ઉપયોગ થયા પછી ગરમ પાણીમાં ધોવાય છે અને ત્યારબાદ જ ફરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ત્યાં તેમનો સાથે આપતા સ્ટાફના મિત્રોના હાથમાં પણ મોજા, અપ્રોન ને માથા પર કેપ પહેરવામાં આવે છે.

૨ રૂપિયાના ટોકન થી આપવામાં આવતું ભોજન ગમે તેટલી વખત લેવાની છૂટ હોય છે. એક અન્નપૂર્ણા રથમાં ૧૦૦૦ માણસોને થાય એટલુ ભોજન હોય છે આને આવા ૭ થી ૮ રથ દરરોજ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રવાના કરવામાં આવે છે. રથની અંદર મ્યુજિક સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલી છે જેના પર ભગવાનના ભજન વગાડવામાં આવે છે જેથી કઢી ખીચડી વ્યક્તિને પ્રસાદની અનુભૂતિ કરાવે છે.

તેમનું જીવન પણ ગરીબીમાં વીત્યું હોવાથી તેમણે આ વિચાર આવ્યો હતો. હાલ આ સેવામાં રોજનો ૫૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમણે બીજા જિલ્લાઓમાંથી પણ ઘણીવાર ડોનેશન મળી રહે છે. લોકો એક રથના ૨૧૦૦ લેખે દાન આપે છે અને આ દાનથી રથનો ખર્ચ નીકળી જાય છે. ત્યાં ભોજન લેવા આવતા ઘણા લોકો ૨ રૂપિયા કરતાં વધારે પણ દાનપેટીમાં મૂકે છે. આ અન્નપૂર્ણા રથ ચાર લોકોને રોજગારી પણ આપે છે જેમાં ત્યાં કામ કરતાં રસોઈયા અને ડ્રાઇવરનો સમાવેશ થાય છે.કેડીભટ્ટ.પ્રેમ નો પાસવર્ડ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.