*ભાજપના નેતાઓ જ બન્યા મુખ્યપ્રધાન માટે માથાનો દુખાવો*

ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. આજે વધુ એક મહિલાની તબીયત બગડતાં તેને ગાંધીનગર સિવિલ લઇ જવાઇ હતી. માલધારી ઉમેદવારો ટસથી મસ થવા તૈયાર નથી. આદિવાસીઓ ખોટા પ્રમાણપત્ર મેળવી ઘણી જ્ઞાાતિ અનામતનો લાભ મેળવે છે જેથી ખોટા પ્રમાણપત્ર રદ કરો તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે.આ આંદોલનને ભાજપના સાંસદો પરબત પટેલ,પૂનમ માડમ,કિરીટ સોલંકી,રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર સમર્થન આપી ચૂક્યાં છે ત્યારે આજે ભાજપના વધુ એક સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આંદોલનને સમર્થન આપ્યું છે. જેથી પ્રદેશ ભાજપ નેતાગીરી-સરકાર ચિંતામાં મૂકાઇ છે. દરમિયાન, 12મી ફેબુ્રઆરીએ પાટીદાર,ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના પ્રતિનીધીઓની એક ચિંતન શિબીરનુ ય આયોજન કરાયુ છે જેમાં અનામતનો લાભ મળતો નથી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને આગળની રણનિતી ઘડવામાં આવશે.