આંખોથી કોણ હવે પ્યાર કરે છે ગરદનથી નીચે જ સૌ ધ્યાન કરે છે તનનાં મિલનની જ છે સૌને તરસ જન્મોજન્મની વાતો બેચાર કરે છે.

ગરદનથી નીચે જ સૌ ધ્યાન કરે છે

આંખોથી કોણ હવે પ્યાર કરે છે
ગરદનથી નીચે જ સૌ ધ્યાન કરે છે

તનનાં મિલનની જ છે સૌને તરસ
જન્મોજન્મની વાતો બેચાર કરે છે

સ્ત્રી આપે છે શરીર મેળવવાને પ્રેમ
પુરુષ શરીર માટે જ વ્હાલ કરે છે

સબંધો સૌ થયાં છે તકલાદી અને
સબંધોનો સૌ અહીં વેપાર કરે છે

ગરજે જ ગજાનન વંદે ગરજુડાંઓ
મંદિરે ય માનતાનો વ્યાપાર કરે છે

દુશ્મનોની પહેલાં બચજો મિત્રોથી
જીવલેણ ઘા પ્રથમ હવે ઢાલ કરે છે

‘પ્રભુ બચાવે’ બોલ્યો સર્જક પ્રભુ
વિશ્વ સર્જી પસ્તાવો પારાવાર કરે છે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી