ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા ના સાંતેજ ગામમાં ત્રણ વર્ષ ની બાળકી ઉપર બળાત્કાર તેમજ હત્યા નાં આરોપી વિજય ઠાકોર નાં આરોપ સામે ગાંધીનગર સેશન્સ કોર્ટ નો ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો,આરોપી વિજય ઠાકોર ને છેલ્લાં શ્વાસ સુધીની સજા નું એલાન કરી આવા કરતૂત કરનાર સામે કોર્ટની લપડાક….!!ગાંધીનગર જીલ્લાના LCB બ્રાંચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ દિવાળીના તહેવાર ને પણ ધ્યાનમાં ના રાખીને અને ખુબજ ઈમાનદારી પૂર્વક મહેનત કરી ને ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરીને અને હત્યા કરનાર નરાધમ આરોપી વિજય ઠાકોર ને પકડીને જૈલ ભેગો કરેલ અને માત્ર આંઠ જ દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ગાંધીનગર જીલ્લાની નામદાર કોર્ટે ત્રણ વર્ષની બાળકીને અને તેના પરિવાર ને ન્યાય મલી રહે તે હેતુથી માત્ર ૧૪ દિવસમાં જ આરોપી વિજય ઠાકોરને જ્યાં સુધી સ્વાસ ચાલુ રહે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફટકારી ને ન્યાય આપ્યો છે.પરંતુ એ જોવાનું રહે છે કે જ્યારે ધોળા દિવસે પાંચ વર્ષની નાની બાળકીને ઉપાડીને લઈ જઈ ને આજ નરાધમ વિજય ઠાકોરે બળાત્કાર ગુજાર્યો હતો તે ફરીયાદ દાખલ કરી ને ગણતરી ના સમયમાં આ જ આરોપી વિજય ઠાકોર ને સાંતેજ પોલીસે જડપી લીધો હોત તો રાત્રે ત્રણ વર્ષની બીજી બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો બનાવ બન્યો ના હોત. હવે એ જોવાનું રહે છે કે પી.આઈ જાડેજા સાહેબ ને તો ટ્રેમ્પરલી ટ્રેનિંગ પીરીયડ ઉપર સાંતેજ પોલીસ સ્ટેશન માં મુકવામાં આવ્યા હતા.પરંતુ સાંતેજ પોલીસ સ્ટેશન માં બિરાજમાન કહેવામાં આવતા સાંતેજ પોલીસ સ્ટેશન ના ઈનચાર્જ પી.એસ.આઈ જેને સેટીંગથી ત્રીજી વાર સાંતેજ પોલીસ સ્ટેશન માં મુકવામાં આવ્યા છે અને સાંતેજ પોલીસ સ્ટેશન ના જુના અને વિસ્તારોના જાણકાર પોલીસ કર્મચારીઓ એ જે લાપરવાહી અને બેદરકારી દાખવી છે.તે કારણસર ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ડી.જી.પી સાહેબશ્રી તેમજ ગાંધીનગર જીલ્લાના એસ.પી સાહેબશ્રી તરફથી સાંતેજ પોલીસ પોલીસ સ્ટેશન માં બિરાજમાન કહેવામાં આવતા ઈનચાર્જ પી.એસ.આઈ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપર કયા પ્રકારના એક્શન લેવામાં આવે છે ?? લાપરવાહી અને બેદરકારી દાખવી છે તે કારણસર પ્રજાની હિતમાં શું ઉપ્રી અધિકારી આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કોય કાયદેસરના પગલા ભરીને કોય પણ પ્રકારની કાર્યવાહી કરશે ??
Related Posts
*મોરબી કેબલ જ દુર્ઘટના મામલો, દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી*
*મોરબી કેબલ જ દુર્ઘટના મામલો, દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી* મોરબી કેબલ જ દુર્ઘટના મામલો,આરોપી જયસુખ…
HRCT ના ટેસ્ટ ના જિલ્લા કલકેટર દ્વારા 500 ઘટાડો કર્યો
નર્મદા જિલ્લા વાસીઓ માટે રાહત ના સમાચાર HRCT ના ટેસ્ટ ના જિલ્લા કલકેટર દ્વારા 500 ઘટાડો કર્યો જિલ્લા વહિવટીતંત્રના પ્રયાસોથી…
તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 501 કેસ
નર્મદામાં આજે વધુ 45 કેસ નોંધાયા જેમાં નાંદોદ તાલુકામા -08,ગરુડેશ્વર -11,તિલકવડા મા -16,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 03અને રાજપીપલા 05કેસ નોંધાયા…