ગુજરાતની 577 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને 39 સરકારી દવાખાનાઓમા દવાઓ સપ્લાય કરતીગુજરાતની એક માત્ર સૌથી મોટી રાજપીપળા સરકારી આયુર્વેદિક ફાર્મસી

સ્પેશિયલ સ્ટોરી નર્મદા:

ગુજરાતની 577 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને 39 સરકારી દવાખાઓમા દવાઓ સપ્લાય કરતીગુજરાતની એક માત્ર સૌથી મોટી રાજપીપળા સરકારી આયુર્વેદિક ફાર્મસી


કોરોના મહામારીમા ઇમ્યુનીટી વધારતી આયુર્વેદિક ઔષધિ તેમજ અન્ય દવાઓનું યુદ્ધના ધોરણે કરાતું ઉત્પાદન

2020-21ના વર્ષ મા ગત વર્ષ કરતા આ વર્ષે 40%ના વધારા સાથે આ વર્ષે રૂપિયા 15 કરોડની દવાઓ નું સૌથી વધારે વિક્રમજનક ઉત્પાદન

1700 થી વધુ જાતની આયુર્વેદિક વનસ્પતિઓ નું રાજપીપલા બોટની ગાર્ડન એટલે આયુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો


રાજપીપલાતા 21



સરકારી આયુર્વેદિક ફાર્મસી રાજપીપલા ગુજરાતની સૌથી મોટી આયુર્વેદ દવા બનાવતી ફાર્મસી છે.હાલ કોરોના મહામારીમા ઇમ્યુનીટી(રોગપ્રતિકારક શક્તિ )વધારતી આયુર્વેદિક ઔષધિ તેમજ અન્ય દવાઓનું અહીં મોટા પાયા પર યુદ્ધના ધોરણે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.ગુજરાતની 577 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને 39 સરકારી દવાખાઓમા વિના મુલ્યે દવાઓ રાજપીપળા સરકારી આયુર્વેદિક ફાર્મસી
સપ્લાય કરે છે.

અહીં ફાર્માસીનું પોતાનું બોટનીકલ ગાર્ડન છે. જેમાં 1700 થી વધુ જાતની આયુર્વેદિક વનસ્પતિઓ ઉગાડવા મા આવે છે. રાજપીપલાનું બોટનીકલ ગાર્ડન એટલે આ યુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો ગણાય છે.

આ ફાર્મસીમાં ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના નિયામક શ્રી આયુષ કચેરી અંતર્ગત ગુજરાતની સૌથી મોટી આયુર્વેદીક દવાઓ બનાવતી ફાર્મસીને કોરોનામા આયર્વેદ ઉકાળા,તથા અન્ય ઔષધિઓ જેવી કે ક્વાથ, ઘનવટી,કેપ્સુલ, વગેરે ઔષઘીઓ બનાવે છે.
2020-21ના વર્ષ મા ગત વર્ષ કરતા આ વર્ષે 40%ના વધારા સાથે આ વર્ષે રૂપિયા 15 કરોડની દવાઓ નું સૌથી વધારે વિક્રમજનક ઉત્પાદન કરેલ છે.અને અહીંથી ગુજરાતની
577 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને 39સરકારી દવાખાઓમા પહોંચાડવામા આવી રહી છે. જે હોસ્પિટલ મા દર્દીઓને વિનામુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

આ ફાર્મસી 1982થી કાર્યરત છે અને 2007થી જીએનટી સર્ટિફિકેટ ધરાવતી અધિકૃત ફાર્મસી છે. જેમાં સંસમની વટી, યસ્ટીમધુવટી, દશમૂલ ક્વાથ, પથયાદી ક્વાથ, ગુડુચ્યાદી ક્વાથ,લક્ષ્મી વિલાસ રસ, શિતોપલાદી ચૂર્ણ, ત્રિકટુ ચૂર્ણ,તેલ, ભસ્મ,
મલમ,ચૂર્ણ,ટેબ્લેટ તેમજ કાચા દ્રવ્યોનું અહીંની અધ્યતન લેબોરેટરીમા ટેસ્ટિંગ થાય છે.દવાઓને તડકામાં સુકવી તેને ઓવનમા સુકવવામા આવે છે. એ માટે સોલાર પ્લેટો અગાસી મા લગાડવામા આવી છે. જે માંથી સૌરઉર્જા થી ઓવન ચલાવવામા આવે છે. સૂર્યની ઉર્જા મા સૂકવવાથી તેના ગુણધર્મો ક્વોલિટી જળવાઈ રહે છે. અર્થાત અહીં ઉત્તમ ક્વોલિટીની દવાબને છે ફાર્મસી પાસે દવા બનાવવાના આધુનિક સાધનો અને મશીનરી. બોઈલર, સોલાર સિસ્ટમ, અને દવાઓનું પેકીંગ સિસ્ટમ છે. દર વર્ષે અહીંની ફાર્મસીમા વિક્રમ જનક આયુર્વેદીક ઔષધિઓનું ઉત્પાદન થાય છે.દવાઓ બન્યા પછી મશીનરી દ્વારા તેનું વ્યવસ્થિત પેકીંગ કરવામા આવે છે.
અહીંની દવાઓ અત્યારે કોરોના સંકટમા
આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા