*તું મને “સુખ” આપ, હું તને ડિગ્રી અપાવીશ પ્રોફેસર હરેશ ઝાલા*

કાચી વયે ફક્ત પરસ્પર આકર્ષણને લીધે એકબીજા સાથે સંપર્કમાં આવેલા યુવક-યુવતી વચ્ચે આવો સંવાદ થયો હોય એવું લાગે, પરંતુ અહીં એક શબ્દ નથી લખ્યો એ છે સર આ વાતમાં જ્યારે એવું પૂછવામાં આવે છે કે શું ઇચ્છા છે? ત્યારે પાછળ સંબોધન સર નું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે પોતાના ભવનના અધ્યક્ષને વિનંતી કરનાર એક વિદ્યાર્થિનીને એવું કહેવામાં આવ્યું કે પીએચ.ડી. તો શું, તને પ્રોફેસર પણ બનાવી દઈશ. બસ તું એક વાર આપણે આજે બધો દોષ સોશિયલ મીડિયા પર નાંખીએ છીએ પરંતુ અહીં આ માંગણી વિદ્યાર્થિની પાસે કરનાર પ્રોફેસર હરેશ ઝાલા સમાજશાસ્ત્ર-સોશિયોલોજી ભવનના અધ્યક્ષ છે. સૌરાષ્ટ્રના શિક્ષણક્ષેત્રે ફરી એક વાર ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં જો કે પ્રોફેસર ઝાલા સસ્પેન્ડ તો થઇ ગયા છે, પરંતુ વારંવાર આવું બને એનો ઉપાય ફક્ત સસ્પેન્શન છે? જો કે હવે એમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. અને એ મુદ્દો પણ વિવાદ ધારણ કરે એમ લાગી રહ્યું છે.