*ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં નહોતો ગાર્ડ, 57 લાખ રૂપિયા લૂંટીને બદમાશો ફરાર*

*ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં નહોતો ગાર્ડ, 57 લાખ રૂપિયા લૂંટીને બદમાશો ફરાર*

બેંકના કર્મચારીઓને બાથરૂમમાં પૂરીને 4 લૂંટારૂઓએ ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી લગભગ 57 લાખની કરી લૂંટ

*હિમાંશુ ત્રિપાઠી, આગ્રા* તાજ નગરી આગ્રા (Agra)માં ચાર લૂંટારૂઓએ ઈન્ડિયન ઓવરસીઝ (Indian Overseas Bank) બેંકના સ્ટાફને બાથરૂમમાં બંધ કરીને લગભગ 87 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ શહેરમાં ઉહાપોહ થઈ ગયો. હરકતમાં આવેલી પોલીસ (Police)એ લૂંટારૂઓને પડવા માટે ગ્વાલિયર પોલીસના અધીકારીઓ સાથે વાત કરી. વાતચીત બાદ ગ્વાલિયરમાં પોલીસનું ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બીજી તરફ લૂંટના મામલામાં બેંકની મોટી બેદરકારી સામે આવી છે. પોલીસ અધિકારીઓ મુજબ બેંકમાં કોઈ સુરક્ષા ગાર્ડ તૈનાત નહોતો. સાંજે 5 વાગ્યાની આસપાસ જ્યારે આ ઘટના બની તે સમયે સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી.

*લૂંટારૂઓએ બેંક સ્ટાફને બાથરૂમમાં પૂરીને કર્યો હાથ સાફ*

લગભગ 57 લાખ એકત્ર કર્યા બાદ હથિયારોથી સજ્જ લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓને એક-એક કરીને બાથરૂમમાં બંધ કરી દીધા. ત્યારબાદ રૂપિયાથી ભરેલી બેગ લઈને ચારે લૂંટારૂ બે બાઇક પર સવાર થઈને ભાગી ગયા. કારણ કે બેંક સ્ટાફ બાથરૂમમાં કેદ હતો તેથી સમયસર પોલીસની કાર્યવાહી ન થઈ શકી. જ્યાં સુધી પોલીસને બેંકમાં લૂંટની જાણ થઈ ત્યાં સુધીમાં લૂંટારૂ ભાગી ચૂક્યા હતા.