રાજપીપળા,તા. 2
રાજપીપળા ખાતે સ્વચ્છ સરક્ષણ 2001 અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટે નગરની દીવાલો પર સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન ચિત્ર દોરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે.નગરમાં લોકો ગંદકી ન કરે નગરમાં સ્વચ્છતા જળવાઈ અને લોકોમાં જાગૃતિ આવે તે માટે ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. હાલ રાજપીપળામાં ફાયદા પોલીસ લાઈનની તથા શહેરની અન્ય દીવાલો પર રંગીન ચિત્ર દોરી લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જોકે નગરમાં ઠેરઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. લોકો સ્વયં જાગૃત થાય અને પ્રજા પોતે જ ગમે ત્યાં કચરો ન નાંખે તો ગંદકી ન થાય અને લોકોનું આરોગ્ય જળવાય.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા