તા-૧૩/૧૨/૨૦૨૦
અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ*
મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી *જે.આર. મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ* નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તાર મા પ્રોહી ની બંદી ને નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવાની આપેલ સુચના અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ખાનગી બાતમી હકીકત આધારે રેઇડ કરતા અંજાર મોમાયનગર રોડ પાસે થી નીચે મુજબ નો મુદ્દામાલ મળી આવેલ
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૨૭૬ કિ.રૂા. *૧,૦૯,૫૦૦*/-નો પ્રોહિ મુદામાલ
(૨) એક મોબાઇલ ફોન કિ.રૂા. ૫૦૦/-
(૩) ટોયોટા કંપની ની ગ્રે કલર ની ઇનોવા કાર જેની કિ.રૂ ૫૦૦,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ. ૬,૧૦,૦૦૦/-
*હાજર મળી આવેલ ઈસમ*
(૧) જમનશા કાસમશા શેખ ઉ.વ. ૩૩ રહે. મોમાયાનગર અંજાર
*નાસી જનાર ઈસમ*
(૨)આલમશા આમદશા શેખ રહે હેમલાઈ ફળિયું અંજાર
*ઇગ્લિશ દારૂ નો જથ્થો મંગાવનાર*
(૩) જમાલશા ઉર્ફે ગઢો કાસમશા શેખ રહે – એકતાનગર અંજાર
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર બી.એસ. સુથાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.એમ.જાડેજા એન.વી.રહેવર તથા પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા પો. કોન્સ ભાવિન ભાઈ બાબરીયા તથા જનકભાઈ લકુમ તથા સામતાભાઈ પટેલ તથા ખોડુભા ચુડાસમા સાથે રહી કરવામા આવેલ હતી.