સોશિયલ મીડિયામા વાયરલ કરનાર યુ ટ્યુબ ચેનલ વિરુદ્ધ રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી ની પોલીસ ફરિયાદ.
ભાજપના આગેવાનો દ્વારા ભજન કીર્તન કરી, નાચ ગાન કરતો એક વીડિયો.
વિઘ્નસંતોષીઓ દ્વારા ખોટા આરોપો લગાવી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતાં ભાજપના કાર્યકરો લાલઘૂમ.
રાજપીપળા,તા.12
નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ની હમણાં જ વરણી થઇ છે.ત્યારે ઘનશ્યામભાઈ પટેલ અને નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારોને બદનામ કરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેમાં ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને ભાજપના હોદ્દેદારોને બદનામ કરવા એક યુ ટ્યૂબ ચેનલ પર જુનો વિડીયો વાયરલ કરી તેમને કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર ભાજપના હોદ્દેદારોને બદનામ કરવા સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર યૂટ્યૂબ ચેનલ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નીલ રાવે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
જેમાં ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલભાઈ રાવ, ગુજકોમાસોલ ચેરમેન સુનિલ પટેલને બદનામ કરતો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.એ વાયરલ વિડીયો મામલે એક યુ ટ્યુબ ન્યુઝ ચેનલે ગંભીર ખોટા આક્ષેપો કરતા નર્મદા જિલ્લા ભાજપ સંગઠન અને યુ ટ્યૂબ ચેનલ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દીધી છે.
હાલમાં જ નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ, ગુજકોમાસોલ ચેરમેન સુનિલ પટેલ સહિત અનેક ભાજપના આગેવાનો ભજન કીર્તન કરી, નાચ ગાન કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં એ વિડીયો મૂકી અમુક વિઘ્નસંતોષી વ્યક્તિઓ તથ્ય હીન બાબતો લખી ખોટા આરોપો લગાવી રહ્યા હોવાથી સંગઠનના હોદ્દેદારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.નર્મદા જિલ્લા ભાજપ
મહામંત્રી નીલ રાવે આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વ્યક્તિઓ અને ન્યુઝ પ્રસારિત કરનાર યુ ટ્યુબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજપીપળા પોલિસ મથકમાં લેખિત ફરીયાદ કરી છે.
નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવે પોતાની લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે વર્ષ 2016 નો ભાજપ પ્રશિક્ષણ વર્ગનો ભજન કરતો વિડીયોને અલગ રીતે પ્રસ્તુત કરી છેલ્લા 5-7 દિવસથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એકતા ગ્રુપ, આદીવાસી યુથ પાવર, પ્રોગ્રેસીવ ફાર્મર સોમનાથ, ખેડૂત પ્રગતિ પેનલ, ગ્રામ સમાજ, નર્મદા, જય શ્રી રામ, માય જાન તથા અમલેથા જેવા અલગ અલગ વોટ્સ એપ ગૃપોમાં વાયરલ કર્યો છે. સાથે સાથે સત્યડે .કોમ નામની યુ ટ્યુબ ચેનલ દ્વારા એ વિડીયોને અલગ રીતે દર્શાવી ગંભીર આક્ષેપો સાથે સમાચાર પ્રસિદ્ધ કરી અમારી પાર્ટી, અમારી પાર્ટીના નેતાને તથા અને અમને બદનામ કરવાનું
કૃત્ય કર્યું છે.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત 16/07/2016 થી 18/07/2016 દરમિયાન ભાજપ દ્વારા લકુલિશ મહાદેવ મંદિર, વડોદરા જિલ્લાના કારવણ ખાતેના પ્રા.શિક્ષણ વર્ગ કાર્યક્રમ દરમિયાન એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.દરમિયાન બૌદ્ધિક કાર્યક્રમો કરવામાં આવતા હતા, તેમજ રાત્રીના ભોજન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા, જેમાં રાત્રીના ભોજન બાદ અમે ભજન કીર્તન કરતા હતા ત્યારનો આ વીડિયો છે.જેને અમુક વિન સંતોષીઓએ અલગ રીતે દર્શાવ્યો છે.એ એમની વિકૃત માનસિકતા છતી કરે છે.એમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા