*કોઈ પણ ફરિયાદ વિનાનું, સંસારનું એક માત્ર શ્રેષ્ઠ યુગલ એટલે ચ્હા-ખાંડ ના ડબ્બા…*
રસોડામાં બધું જૂદુ જુદુ મળે. પણ ચા ખાંડના ડબ્બાઓ ભેગાને ભેગા. એકબીજાને પ્રેમ કરો તો આ ચા ખાંડના ડબ્બાઓની જેમ કરો. કદાચ મેં સૌથી વધું અદ્વૈત અને એનું વજૂદ ક્યાંય જોયું હોય તો આ ડબ્બાઓમાં. આ જૂગલ જોડી પર દરેક ગૃહિણીની છાપ જોવાં મળે મળે ને મળેજ. એને વારે વારે ખોલ બંધ કરતાં કરતાં એને જે થપાટો પડે એ પણ જૂદી. એકને શોધો એટલે બીજુ મળી જાય એવું એનું સગપણ. એકમાં મીઠાશ અને બીજામાં કડવાશ. પણ બન્ને એકબીજામાં ભળે એટલે સ્વાદ જ નિરાળો. આ ગળપણ વિના કોઈની સવાર પડતી નથી એવી એની માયા. ઘરે ઘરે એની જગ્યાઓ જૂદી પણ એક સમાનતા બધે કે ચાનો ડબ્બો ખાંડના ડબ્બાથી કાયમ નીચો હોય. તો પણ કોઈ ફરિયાદ વિના બન્ને સંસારને ચલાવ્યે જાય એવું યુગલત્વ તો આ ચા ખાંડના ડબ્બાઓ પાસે જ…