અમદાવાદ : આશરે એકાદ વર્ષ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ પોલીસ સ્ટેશનના તત્કાલીન અને સાયબર ક્રાઈમના PSI મિશ્રાની ધરપકડ કરી છે.
ફરિયાદ મુજબ નવા વાડજ વિસ્તારમાં પતિ ગુમ થયા બાબતની ફરિયાદ નોંધાવવા ગયેલી પરિણીતાને વોટ્સએપ પર ફોન મેસેજ બાદ હોટેલમાં બોલાવી હતી, તેની સાથે શારીરિક બળજબરી કરતા તે રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. બાદમાં મહિલાએ પોતાની સાથે બનેલા બનાવ અંગે લેખિત અરજી આપી હતી. .
ઘટના બાદ તેઓની બદલી કરી સાયબર ક્રાઈમમાં મૂકવામાં આવ્યા હતા. આ બાબતે ફરિયાદ બાદ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. જેમાં ACP ડી.પી. ચુડાસમાએ તપાસ કર્યા બાદ હાલમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI આર. આર. મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી.