*કચ્છના દરિયાકાંઠે દરિયાઈ સોનું અંબર મળી આવે છે*
વિશ્વમાં પ્રાણી જગતની કેટલીક અજાયબીઓમાં એક છે સ્પર્મ વ્હેલ ભારેખમ આ દરિયાઈ જીવે એના શરીરમાં પેદા થતા એક સુગંધી પદાર્થને કારણે જીવ ખોયો છે.સ્પર્મ વ્હેલના શરીરમાં પેદા થતો સુગંધી પદાર્થ સદીઓ સુધી વણ ઓળખાયેલો રહ્યો હતો જોકે સૌ પહેલા એને દરિયા ખેડૂઓ અને માછીમારોએ જોયો હોવાનું કહેવાય છે જે અંબર અથવા ઍમ્બર ગ્રીસ તરીકે ઓળખાય છે આ પદાર્થને દરિયાઈ સોનું પણ કહેવાય છે. વિશ્વનાં બજારોમાં એની ઊંચી કિંમત આવે છે.
*
*ભારતીય સેનાએ તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન*
સીમા પર પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે ભારતીય સેના આ અંગે યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાન સરહદ પારથી ભારતની જાસૂસી માટે નવી રણનીતિ અજમાવી રહ્યું છે.
*
*મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો*
મોરબીમાં મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો જોવા મળ્યા મહેન્દ્રનગર ખાતે સભામાં 200 લોકો પણ એકઠા ન થતા ખુરશીઓ ખાલી જોવા મળી અને જંગી મેદની દેખાડવા બાળકોને પણ ખેસ પહેરાવીને સભામાં બેસાડી દેવાયેલા જોવા મળ્યા
*સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી*
ભારતીય બજારોમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં 70-120 રૂપિયા કિલોગ્રામ સુધી વેચાઈ રહી છે ડુંગળી. ત્યારે હવે સરકાર એકદમ જાગીને ડુંગળીના ભાવોને કાબૂ કરવા મથામણ કરી રહી છે. ત્યારે તાજેતરમાં જાણવા મળ્યુ છે કે, સરકાર પાસે પડી રહેલા ડુંગળીના બફર સ્ટોકમાંથી 32 હજાર ટન ડુંગળી સડી ગઈ છે. આ બફર સ્ટોક સરકારી સંસ્થા (NAFED) એ તૈયાર કરી હતી. સરકારી ગોદામમાં ડુંગળી સડવાની ઘટનાઓ અગાઉ પણ બની જ છે સરકારો પણ ચૂંટણીમાં વ્યસ્ત છે.
*
*દેશની પહેલી ઓપરેશન થિયેટરવાળી એમ્બ્યુલન્સ શરૂ કરાઈ*
અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અદ્યતન દેશની પ્રથમ ઓપરેશન થિયેટરવાળી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી. વેન્ટિલેટર અને ઇકમો જેવી અદ્યતન સુવિધાઓથી એમ્બ્યુલન્સને સજ્જ કરવામાં આવી છે. આઈસીયુ ઓન વ્હીલ સાથે દર્દીને પુરી સુવિધાઓ મળશે.
*
*ગિરનાર રોપવે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે*
દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે. રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. રોપવેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે રોપ-વેનું ભાડુ પણ નક્કી કરી લેવાયું છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે તો વન-વે ટિકીટ ભાડું 400 રૂપિયા છે. તેમજ બાળકો માટે ટિકીટ 300 રૂપિયા છે.
*
* 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે*
આ માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2020 નક્કી કરવામાં આવી હતી. તમે વર્ષ 2019-20 માટે 31 ડિસેમ્બર સુધી તમારા રિટર્ન ફાઇલ કરી શકશો
*
*આર્મી કેન્ટીનમાં હવે સ્કોચ વ્હિસ્કી નહીં મળે*
કેન્દ્ર સરકારે દેશની 4 હજાર આર્મી કેન્ટીન્સને વિદેશી સામાન આયાત ન કરવાનો આદેશ આપી દીધો જેમાં મોંઘોદાટ વિદેશી દારૂ પણ સામેલ છે. સરકારે આ નિર્ણય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી લીધો છે નિર્ણય
*
*વોટ્સઅપ પર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું*
શહેરમાં સેક્સ રેકેટ ચલાવવા માટે છોકરીઓ લાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો જેની માટે એસ્કોર્ટ નામની વેબસાઇટ બનાવી ગ્રાહકો માટે એક વોટ્સઅપ નંબર આપવામાં આવતો હતો. જેથી સંપર્ક કરતા સામેથી યુવતીઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ નક્કી કરવામાં આવતો હતો આમ વોટ્સઅપ પર ચાલતા સેક્સ રેકેટની જાણ પોલીસને થતા પર્દાફાશ એકની ઘરપકડ
*અંબાજી મંદિરમાં દાંતાના પૂર્વ રાજવી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ*
અંબાજી મંદિરે નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે થયો હતો દાંતાના પૂર્વ રાજવીના દ્વારા સાડા આઠસો વર્ષથી નવચંડી યજ્ઞની પરંપરા ચાલી આવે છે માસ્ક પહેરીને રાજવી પરિવાર અને અન્ય નવચંડી યજ્ઞમાં સામેલ થયા
*પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે*
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’સાથે માં અને માં વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની જાહેરાત કરતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યમાં માં અને માં વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત રાજ્યના દર્દીઓને ગંભીર રોગની સારવાર મફતમાં મળતી હતી. પરંતુ હવે રાજ્યના દર્દીઓને સારવારમાં સરળતા રહે તથા વધુ રોગોની સારવારને આવરી લેવાય તે માટે બંને કાર્ડને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે
*
*લંડન: સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મની સાથે*
દેશમાં જ નહીં વિદેશમાં પણ સ્વામિનાયણ સંપ્રદાયની સેવાની સુવાસ પ્રસરેલી છે હાલમાં Oxford Universityના એક આર્ટીકલમાં લંડન સ્થિત વિશ્વ વિખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રશંસા કરવામાં આવી છે. કોરોના દર્દીઓની સારવારમાં BAPS સ્વામિનારાયણ મંદિરે ખૂબ મોટું યોગદાન આપી રહ્યું છે.
*
*નવરાત્રિમાં અંબિકાનિકેતન મંદિર બંધ આઠમે 56 ભોગ*
પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ છે. જોકે ભક્તો માટે મંદિર બહાર પ્રોજેક્ટર મૂકી ઓનલાઈન દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યા છે. આઠમ હોવાથી 56 ભોગનો ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.
*
*અર્જુન મોઢવાડિયાએ સીઆર પાટીલ પર લગાવ્યો આક્ષેપ*
સી.આર. પાટીલ પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ લગાવ્યો છે. ગુજરાતમાં ભાઈનું નહી ભાઉ કહે તેમ ચાલે છે. તેવો અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ લગાવ્યો.
*
*પાટીલની સભામાં ‘દો ગજ કી દુરી’ નુ પાલન ભૂલાયુ*
અબડાસા બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચાર અર્થે પહોંચેલા પાટીલની સભામાં દો ગજની દુરીનુ પાલન ભૂલાયુ હતુ અને સભા સ્થળે લોકો ઉમટી પડ્યા.
*
*રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ*
કેવડિયા ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એકતા પરેડ માટે માર્ચ પાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી. એકતા પરેડ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
*
*કોલર ટ્યુન વિવાદ સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા*
જૂનાગઢમાં રૂપાણીએ કોલર ટ્યુન વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી કોંગ્રેસને આડેહાથ લીધી. રૂપાણીએ જણાવ્યું કે કોલર ટ્યુન એ કોરોનાની મહામારીમાં જનજાગૃતિ અંગેની માહિતી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં હાર ભાળી ગઇ હોવાથી આ પ્રકારે ખોટો મુદ્દો બનાવે છે.
*
*કિસાન સૂર્યોદય યોજના દિવસે પણ મળશે વીજળી*
મોદીએ કિસાન સૂર્યોદય યોજના પણ ગુજરાતને સમર્પિત કરી.મોદીએ કિસાન સમર્પિત યોજનાનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું કે આ યોજના થકી હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી શકશે જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થકી વીજળીનો દિવસે જ વપરાશ થઇ શકશે.
*
*પાલ-ઉમરા બ્રિજમાં લાઇનદોરી મુકવા નિર્ણય*
તાપી નદી ઉપર પાલ-ઉમરા વચ્ચે બ્રિજનું ૯૨ ટકા કામ પુર્ણ થયા બાદ એપ્રોચમાં નડરતરુપ મિલકતદારો સહકાર નહી આપતા હોવાથી ભાજપ શાસકો પર માછલા ધોવાયા બાદ હવે અહી મિલકતો પર ફરજિયાત લાઇનદોરીનો અમલ કરવાનો નિર્ણય સ્થાયી સમિતિએ લીધો છે.
*
*વિપક્ષ સત્તામાં આવશે તો ૩૭૦ કલમ ફરી લાગુ કરશે: મોદી*
બિહાર ચૂંટણીમાં વડા પ્રધાનની એન્ટ્રી ત્રણ રૅલીઓ કરી, વિપક્ષ પર વરસ્યા, લાલ ટેન કા જમાના ગયા હવે બિહાર અંધકારથી પ્રકાશ તરફ આગળ વધી રહ્યું છે. આ રૅલીમાં પીએમ મોદીએ માત્ર વિપક્ષ પર હુમલો નહોતો કર્યો પરંતુ તેમણે વિપક્ષી નેતાની પ્રશંસા કરીને આરજેડીથી નારાજ મતોને એનડીએમાં લાવવા માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે.
*
*બીજેપીએ ઈડી પાછળ લગાવી અમે સીડી ચલાવીશું*
મુંબઈ: લાંબા સમયથી જેની ખૂબ ચર્ચા થઈ રહી હતીએ પૂરી થઈ હતી. બીજેપીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ એનસીપીના ચીફ શરદ પવારની હાજરીમાં ઘડિયાળ બાંધી હતી પક્ષ પ્રવેશ બાદ એકનાથ ખડસેએ કહ્યું હતું કે બીજેપીએ મારી પાછળ ઈડી લગાવી હતી તો અમે સીડી ચલાવીશું.
*
*બાવન કરોડની જીએસટી છેતરપિંડી*
ડિરેક્ટરેટ જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સના પુણે એકમે વિવિધ ફર્મ થકી બોગસ ઇનપુટ ટૅક્સ ક્રેડિટ આઇટીસી ક્લેઇમ કેસમાં સરકાર સાથે ૫૨.૧૯ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી હતી
*
*ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા સામે આઈટી તપાસ પૂર્ણ*
સુરતમાં શર્મા બાદ કુસુમ સિલિકોનના ખંડેલીયા પર રેલો આવતા રોકડા રૂ. 25 લાખ અને દોઢ કિલો સોનુ ભરેલી બેગ 6ઠ્ઠા માળેથી નીચે ફેંકી 40 વર્ષ પૂર્વે બંધ થયેલી કંપનીમાંથી ભાજપના શર્માએ 2.25 કરોડની ખરીદી બતાવી મનોજ પ્રજાપતિ ગાયબ, બાતમી આપનાર કોણ, ચર્ચાતો સવાલ
*
*આજે શુભ મૂહૂર્તમાં 400 કારની ડિલિવરી કરાશે*
શુભ મૂહૂર્તમાં 400 કાર અને 800 બાઇકની ડિલિવરી કરાશે, જ્યારે ગોલ્ડ અને જ્વેલરીમાં પણ 30 ટકા બુકિંગ થયું હતું તેવું ઈબજાના સ્ટેટ ડિરેક્ટર પાસેથી જાણવા મળ્યું છે. આ સાથે ફૂલ બજારોમાં પણ આખો દિવસ ચહલ-પહલ જોવા મળી હતી.
*
*ઘીમાં બનેલી જલેબી 440 કિલો*
ઘીમાં બનેલી જલેબી 440 કિલો જયારે તેલની 210 રૂ. કિલો જલેબી સાથે 180-200 રૂ. વેચાણ થતા ફાફડા ખરીદવા માટે સુરતીઓએ સાંજથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં લાઈનો લગાડી હતી
*
*ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ 43.37%*
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 29 સપ્ટેમ્બરના લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં 44948 વિદ્યાર્થી પાસ થયા છે અને એકંદરે 43.37% પરિણામ રહ્યું છે.
*
*પોલીસના બોર્ડવાળી કારમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો*
ગાંધીનગર એલસીબી-રની ટીમે તપોવન સર્કલથી ઝુંડાલ તરફના માર્ગ ઉપરથી પોલીસ લખેલા બોર્ડવાળી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને તેમાં સવાર વાવોલનો શખ્સ અને તેનો સાગરિત ભાગવામાં સફળ રહયા હતા.
*
*સ્ટેમ્પ પેપરનું બોગસ ઈ-સ્ટેમ્પીંગ કૌભાંડ*
સુરતના વેસુ વીઆઈપી રોડ સનશાઈન રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઈ મોહનલાલ નાયક રીંગરોડ જુની સબજેલની પાસે આવેલી સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં છેલ્લા પાંચ વર્ષથી ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીએ નવાગામ ડિંડોલી રામાયણ પાર્ક પહેલા માળે એફ-11 માં ઓફિસ ધરાવતા ઓથોરાઈઝડ કલેક્શન સેન્ટર લાયસન્સ ધારક પરેશકુમાર મધુકર મહાલે રહે.58, શિવહીરાનગર, નવાગામ ડિંડોલી, સુરતને લાયસન્સ મેળવ્યા પછી 10 ઓક્ટોબર 2019 થી 16 સપ્ટેમ્બર 2020 દરમિયાન કુલ 3100 સિક્યુરિટી પેપર તેમની જરૂરિયાત મુજબ આપ્યા હતા. જયારે 16 સપ્ટેમ્બર 2020 ના રોજ 500 સિક્યુરિટી પેપર કુરિયર મારફતે મોકલ્યા હતા દરમિયાન, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી અને મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરતને ઓથોરાઈઝડ કલેક્શન સેન્ટર લાયસન્સ ધારક પરેશકુમાર મધુકર મહાલેએ વેચેલા ઈ સ્ટેમ્પીંગ સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાની હકીકત જાણવા મળી હતી અને ગેરરીતિ થયાનું બહાર આવ્યું હતું.
*સમાચાર સમાપ્ત*