*અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનના પ્રારંભ સાથે પુર્ણાહુતી* 

*અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનના પ્રારંભ સાથે પુર્ણાહુતી*

 

અમદાવાદ, સંજીવ રાજપૂત: જિલ્લામાં મતદાનની પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે, ત્યારે લાકશાહીના આ મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી જ લાભી લાંબી કતારો લાગી છે અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. મતદાન મથકે મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ કિટ વગેરે ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

 

અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે અલગ લાઇન તેમજ સહાયક સાથે વ્હિલચેરની વ્યવસ્થા કરાઇ છે. સુદૃઢ વ્યવસ્થાઓના કારણે પાંચ-દસ મિનિટમાં વોટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી

***