*રાજકોટ ખાતે NCP પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ સહિત કાર્યકરોની કરાઈ ધરપકડ*

રાજકોટ* આજ ના રોજ NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ, રાજકોટ જીલ્લા પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા, રાજકોટ શહેર પ્રમુખ ભૌમીક પારેખ સહિત કાર્યકર્તાઓની રાજકોટ સિવિલ ખાતે ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલાં રાજકોટ ખાતે એક હોસ્પિટલમાં આગ લાગવાથી કોરાના ના દર્દીઓનું મૃત્યુ થયુ હતુ. રાજકોટ સિવિલમાં ફાયર સેફ્ટી, તેમજ અન્ય બેદરકારીઓ ખુલ્લી ના પડે એટલા માટે NCP પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓ ની ભાજપના ઈશારે પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે.