લવ જેહાદ મુદ્દે ભાજપી સાંસદ મનસુખ વસાવાનુ નિવેદન-
લવ જેહાદ માટે ખાસ તાલીમ અપાય છે અને ભોળીહિન્દુ યુવતીઓને જાળમાં ફસાવાય છે.
ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો લાગુ કરવા સરકારમાં રજૂઆત કરીશુ.સાંસદ મનસુખવસાવા
વિદેશી પરિબળોના ઇશારે મુસ્લિમ યુવાનો દેશની હિન્દુ યુવતીઓને ફસાવવાનું ષડયંત્ર આખા દેશમાં ચાલી રહયુછે.
રાજપીપળા,તા3
ભારે ચર્ચાસ્પદ બનેલો લવ જેહાદનો કડક કાયદો ઉત્તરપ્રદેશની સરકારે યુપીમાં લાદ્યો છે ત્યારે તેના પડઘા
ગુજરાતમાં પણ પડયા છે. લવ જેહાદનો મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો અને વિવાદનો મુદ્દો બન્યો છે. આ અંગે ઘણા
આંદોલનો પણ થયા છે. હવે ગુજરાતમાં પણ લવ જેહાદ પ્રકરણ ચગ્ય છે. થોડા સમય પહેલા ડભોઈના ભાજપીધારાસભ્ય શૈલેષ સોટટાએ પણ આ કાયદો ગુજરાતમાં લાવવાની માંગ કરી છે ત્યારે ગુજરાતના જ બીજા એક
ભાજપી સિનીયર સંસદ મનસુખ વસાવા પણ લવ જેહાદ મુદ્દે પોતાનુ સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે પણ યુપીસરકારની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કડક કાયદો અમલમાં મૂકવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું
હિન્દુયુવતી લવ જેહાદ જેવા ષડયંત્રનો ભોગ બની રહી છે, જે ચિંતાનો વિષય બન્યો છે. વિદેશી પરિબળોના
ઇશારે મુસ્લિમ યુવાનો દેશની હિન્દુ યુવતીઓને ફસાવવાનું ષડયંત્ર આખા દેશમાં ચાલી રહયુ છે.
મારી પાસે ઘણા એવા દાખલા છે કે કોઇ હિન્દુ યુવતી નાની મોટી નોકરી કરતી હોય તો એની મજબૂરીનો ફાયદોઉઠાવી એને પોતાના સકંજામાં લેતા હોય છે. ૨-૩ પત્નિ ધરાવતા કેટલાક મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ફસાવી
મુસ્લીમ ધર્મ પણ અંગીકાર કરાવે છે. હુ કોઇ ધર્મનો વિરોધી નથી પણ આવી બાબતોનો વિરોધી છુ. હિંદુ છોકરીને
કેવી રીતે સંકજામાં લેવી એ માટે લવ જેહાદની તાલીમ અપાય છે. તાલીમબધ્ધ મુસ્લીમ યુવાનો જ આમ કરતા હોય
છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે સમય આવ્યે આ મામલે ભાજપામાં અને સરકારમાં પણ લવ
જેહાદનો કાયદો ગુજરાતમાં લાગુ કરવા રજૂઆત કરીશુ. લવ જેહાદ મામલે પોલીસને ખબર જ હોય છે પણ
કાયદાના અભાવે પોલીસ પણ કશું કરી શક્તી નથી. કાયદો બન્યા બાદ આવા બનાવો પર ચોક્કસ રોક લાગશે. હુંઅપીલ કરું છું કે હિંદુ સમાજની દીકરીઓ આવા કાવતરા ખોરોથે બચીને રહે.
તસવીર-જયોતિ જગતાપ,રાજપીપળા