રાજપીપળા નર્સરીમાં પિંજરામાં દીપડાની સારવાર કરાઈ છતાં બચી ન શક્યો.
પશુપાલન વિભાગની મદદથી તારમાં ફસાયેલા અને તોફાને ચડેલા દીપડાને ગન ઇન્જેક્શન વડે બેભાન કરીને રેસ્ક્યુ કરીને રાજપીપળા રેન્જની સેન્ટર નર્સરી ખાતે પાંજરામાં પૂરીને રખાયો હતો.
તેને આંતરિક ઈજા થઈ હતી અને પાછલા પગે લકવાની અસર થઇ ગઇ હતી.
દીપડા ની નર્સરી ખાતે પીએમ કર્યા બાદ અગ્નિ સંસ્કાર કરાયા.
મોતનું સાચુ કારણ જાણવા પીએમ રીપોર્ટની જોવાતી રાહ.
રાજપીપળા,તા. 2
રાજપીપળા નજીક આવેલ જીતનગર ખાતેથી રજૂ કરાયેલા દીપડાનું બે દિવસ બાદ ત્રીજા દિવસે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે,પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના જીતનગર ગામની સીમમાં ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલ તારના ફંદામા દિપડો ફંસાયો હતો. જેમાંથી બહાર નીકળવા દીપડો ધમજોકે આ અંગે રાજપીપલા વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશભાઈ સોનીએ આ અંગે ટેલિફોનિક મુલાકાતે માહિતી આપતા જણાવ્યું હતું કે દીપડાને કેટલીક આંતરિક ઈજા થઈ હતી અને પાછલા પગે લકવાની અસર થઇ ગઇ હતી, તેથી તેની સારવાર પશુચિકિત્સકની ટીમને બોલાવી ને સરવર કરવામાં આવી રહી હતી બે દિવસ સુધી દીપડાને પશુચિકિત્સક ની ટીમ દ્વારા નિગરાનીમાં રાખીને સારવાર કરી હતી પણ ત્રીજે દિવસે દીપડાનું મોત થતા આજે તેનો પીએમ કાર્યવાહી કરી તેના અગ્નિ સંસ્કાર કરાયા હતા.
જોકે દીપડાનું મોત ચોક્કસ કયા કારણસર થયું છે તે હજી જાણી શકાયું નથી એ માટે પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે આર.એફ.ઓ જીગ્નેશભાઈ સોની ના જણાવ્યા અનુસાર આજે પીએમ કર્યું છે આવતીકાલે અથવા બે દિવસમાં પીએમ રિપોર્ટ આવી જશે પીએમ રિપોર્ટ આવેથી તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.
જોકે બીજી તરફ એવી પણ ચર્ચા વહેતી ર થઈ રહી છે કે રાજપીપળા વનવિભાગ દ્વારા ઇજાગ્રસ્ત દીપડાને યોગ્ય સારવાર ન મળતાં અને સારવાર માટે અન્યત્ર ખસેડતા કણસી કણસીને મૃત્યુ પામ્યો હોવાનું ચર્ચાઇ છે.મળતી માહિતી અનુસાર ગત તા 29 ને રવિવારે જીતનગર ગામની સીમમાં ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલા તારણા ફંદામાં દીપડો ફસાયો હતો. ખેતીનો બગાડ કરતાં ભુંડાઓને પકડવા માટે ગોઠવવામાં આવેલ મજબૂત તારના ફંદામા ફંસાયેલા દિપડાએ છુટવા માટે ભારે ધમપછાડા કરતાં ગાળીયો પેટ ના ફરતે વધુ ને વધુ ભિંસાઈ ગયો હતો.જેના કારણે દિપડા ને આંતરીક ઈજાઓ થઈ હતી. જેના કારણે દિપડાને શરીરના પાછળના ભાગે લકવાની અસર આવી હતી. કણસતા ઈજાગ્રસ્ત દિપડાએ ખાવાનું પણ છોડી દીધું હતું.
રાજપીપળા વનવિભાગ દ્રારા દિપડા ને વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવા અંગે નો નિર્ણય સમયસર નહીં લેવાતા અને દિપડા ને જરૂરી સારવાર સમયસર ના મળતાં તા.1 ડીસેમ્બર રાત્રી ના 8 કલાકે દિપડાનુ પાંજરામાં મૌત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અત્રેના સ્થાનિક પશુચિકિત્સક પાલતુ પ્રાણીઓની સારવાર કરી શકે આવા વન્યપ્રાણીઓની આંતરિક અને ગંભીર ઇજાઓ થતાં સારવાર કરવા માટે આણંદ કે જુનાગઢ જેવી વેટરનેટરી હોસ્પિટલમાં સારવાર અપાતી હોય છે.તે ત્યાં આ દીપડાને સારવાર અપાઇ હોત તો કદાચ આ દીપડો બચી ગયો હોત તો હવે તેના પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.
વન્ય પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે સરકાર કરોડો રુપિયા ખર્ચી રહી છે અને એના પ્રતાપે સ્કોર્પીયો જેવા લકઝુરિયસ AC વનવિભાગ ના અધિકારીઓ ફરતાં હોય છે, પણ જેના રક્ષણ માટે એમને નિમેલા હોય છે એવા વન્ય પ્રાણી ઓ ના રક્ષણ અને સંવર્ધન નુ જ્ઞાન તો ઠીક પરંતુ ઈજાગ્રસ્ત પ્રાણીઓ ને યોગ્ય સારવાર સુદ્ધા ના અપાવી શકે તેવા વનવિભાગ ની ઠાલી કામગીરી ઉપર બહુ મોટો પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા