કિસમ કિસમ કે માસ્ક.

હાલમાં માસ્ક જ વેકસિન છે.. અને સરકાર માટે વેકસિન જ માસ્ક છે.. જેની પાછળ સરકાર મ્હોં છુપાવે છે..
જયારે કોરોના નવો નવો હતો.. ત્યારે N. 95 ત્રણસો રુપિયે હતો. અત્યારે 300 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. માસ્ક મા ઘણી ક્વોલિટી વિકસી છે તમે મુડ મિજાજ અને તમારા ધારણ કરેલા કપડાંને આધારે તમારો માસ્ક પસંદ કરી શકો.. હજી પણ માસ્કમા નવા પરિવર્તનની શક્યતા નકારી કાઢી શકાતી નથી..
1.ગળે પહેરવાના માસ્ક.:કેટલાંકના માસ્ક હાથીના દાંત જેવા હોય છે. પહેરવાના અલગ બતાવવાના અલગ
2.ચેઈન વાળા માસ્ક: કોરાના થઈ ડરી ગયેલ વ્યકિતઓને કશુક ખાતી વખતે પણ માસ્ક ઉતારવો નથી ગમતો તે લૌકોની સરળતા ખાતર.. આ માસ્ક હમણાં પરણેલા દંપતિઓમા ઘણાં લોકપ્રિય થઈ શકે.
3.લોકવાળા માસ્ક:પત્ની પાછળ હજાર રુપિયાનો દંડ ભરી ચુકેલા વ્યક્તિઓ પત્ની માટે આ માસ્ક ખરીદી શકે
4.વોર્નિંગ માસ્ક :આસપાસમાં ‘નગ્નમુખા’ ને દંડિત કરતા વહીવટી કર્મચારીઓની એકાદ કિલોમિટર પહેલા જ જાણ કરી દેશે..
5.સ્માર્ટ માસ્ક:સમગ્ર દિવસ દરમિયાન તમારુ ઓક્સિજન લેવલ કેટલુ રહ્યું? કેટલા નિસાસા નાંખ્યા? કેટલા નિશ્વાસ નાંખ્યા. કેટલી છીંકો ખાધી.. એની તમામ વિગતો ઓટોમેટિક તમને ઈમેઇલ કરી દેશે..
7.આશાવાદી માસ્ક:આ માસ્ક ધારણ કરતા જ તમારા બંને કાનમાં ‘અચ્છે દિન આયેગે…’, ‘વેકસિન સબકો મિલેગી’ એવો મધુર અવાજ સંભાળશે.. આ પ્રકારના માસ્ક માટે કેન્દ્ર સરકાર 20%અને રાજ્ય સરકાર 20%સબસિડી આપશે..
8.દૈવી આભાસી માસ્ક :સ્થાનિક તાત્રિક ભૈરવનાથ પાસેથી માસ્ક મંતરાવ્યા પછી.. તમારે માસ્ક પહેરવાની જરુર જ નહિ.. દંડ લેનારને તમે હંમેશા માસ્ક પહેરેલા જ દેખાશો..
9.પરમેનેંટ માસ્કઃ થોડી મામુલી પ્લાસ્ટિક સર્જરી પછી તમે કાયમી માસ્ક ધારણ કરી શકશો.. જે તમને માસ્ક પહેરવાની કડાકુડમાથી બચાવશે..
10. નો માસ્ક:તમે પાવરફુલ છો.. સ્થતિસંપન્ન છો.. તો સરકાર તો શુ, કોરોના પણ તમારું કશુ નહિ બગાડે. .. ના બતાવવા જેવું મ્હો બતાવી ફર્યા કરો…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા