*સુરતમાં કારીગરોએ ક્કાજામ કરી ટાયરો સળગાવ્યા*

સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં લોકડાઉનના કારણે છેલ્લા ઘણા દિવસોથી લુમ્સ અને એમ્બ્રોઇડરીના કારખાનાઓ બંધ છે.જેના કારીગરો દ્વારા મોડી સાંજે વતનમાં જવા માટેની માગ કરતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો

આ સાથે જ રસ્તા ઉપરની નારીઓ અને ટાયર સળગાવવામાં આવ્યા હતા. જેથી મોટી સંખ્યામાં સરથાણા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તંગ બનેલા વાતાવરણ પર કાબૂ મેળવ્યો હતો

હાલ ડાયમંડ નગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

મૂળ ઓડિશાના કારીગરો દ્વારા વતન જવાની માગ સાથે હંગામો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓડિશાની સરકારે આગામી 30મી એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે.