*બજેટને સરકારે વખાણ્યું તો વિરોધીઓએ વખોડ્યું*

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. જો કે વિપક્ષે આ બેજટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.જાણીએ કોણો શું કહ્યું રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?