*રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી છ નાં મોત. 1ની હાલત ગંભીર..*
*રાજકોટ* ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાનો મામલો…
હોસ્પિટલના બીજા માળે મશીનરી માં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
આગ લાગવાના કારણે 6 દર્દીઓના થયા છે મૃત્યુ..
ICU વોર્ડમાં 11 પૈકી 4 દર્દીને બચાવી લેવામાં આવ્યા જ્યારે 6 દર્દીના થયા છે મૃત્યુ
રામસિંહ ભાઈ , નિતિનભાઇ બાદાણી અને રશિકલાલ અગ્રવાત ,કેશુભાઈ અકબરી સંજયભાઈ રાઠોડ નામના 5 દર્દીના થયા મૃત્યુ
સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ને આપવામાં આવી હતી મંજૂરી
ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC સહિત તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો હોસ્પિટલ સંચાલકનો દાવો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી મેળવી….
બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરાશે – મ્યુ કમિશ્નર ઉદિત અગ્રવાલ. હોસ્પિટલે એન.ઓ.સી લીધેલી છે – મ્યુ. કમિશ્નર. એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે – મ્યુ. કમિશ્નર…