સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.વિસ્તારના વિંજુડાવાસ સામે આવેલ રેલ્વેના ગરનાળા નીચે થયેલ રૂપીયા ૨,૬૯,૮૮૦/- રૂપીયાની થયેલ અનડીટેક્ટ લુંટનો ગણતરીની કલાકોમા ભેદ ઉકેલતી સાવરકુંડલા ટાઉન પોલીસ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.કે.ગોસ્વામી ને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી, લુંટ જેવા ગંભીર ગુન્હાઓના ભેદ ઉકેલવા સુચના આપેલ હોય જે અન્વયે ગઇ તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ શ્રીવિધાગુરૂ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઇ નાન્હાલાલ જોષી નાઓ પોલીસ સ્ટેશને આવી ફરીયાદ લખાવેલ કે, બપોરના આશરે ૧૨/૩૫ વાગ્યાના સુમારે તેમનો કર્મચારી વિશાલ કાળુભાઇ રાઠોડ આઇ.સી.આઇ.સી.આઇ બેન્ક મા ટ્રસ્ટના ચેક કલીઅર કરી ચેકની રકમ રૂ.૨,૬૯,૮૮૦/- થેલીમા લઇ આવતો હોઇ રસ્તામા રેલ્વેના ગરનાળા નીચે કોઇ અજાણ્યો માણસ મોટરસાઇકલ લઇ આવી તે રૂપીયા ભરેલ થેલી ની લુંટ કરી જતો રહેલ છે જે વીગતેની ફરીયાદ આપતા જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૩૦૫૨૨૨૦૩૪૦ /૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૨ મુજબનો અનડીટેકટ ગુન્હો રજી. થયેલ

સદરહુ અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવા સારૂ અલગ અલગ ટીમો ને કામે લગાડવામા આવેલ અને ગુન્હાની ઉંડાણ પૂર્વક તપાસ કરતા કહેવાતી લૂટનો ભોગ બનનાર ચેક ક્લીયર કરાવવા જનાર ટ્ર્સ્ટના કર્મચારી વિશાલ કાળુભાઇ રાઠોડ ની વર્તુણક શંકાસ્પદ જણાતા ટાઉન પી આઈ ગોસ્વામીએ યુકતિ-પ્રયુકતિથી ઉલટ સુલટ સઘન પુછપરછ કરતા આ વીશાલ ભાંગી પડેલ અને જણાવેલ કે,પોતાને આર્થીક તંગી હોય અને પોતાને લાલચ જાગતા ટ્ર્સ્ટની માલીકીના રૂપીયા ૨,૬૯,૮૮૦/- પોતે અલગ જગ્યાએ છુપાવી પોતાના ટ્ર્સ્ટી ની સાથે વીશ્વાસઘાત કર્યાની કબૂલાત આપેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) વીશાલભાઇ કાળુભાઇ રાઠોડ રહે.-સાવરકુંડલા, અમરેલી રોડ, મારૂતીનગર જી.અમરેલી.

રીકવર કરેલ મુદ્દામાલ-

(૧) રોકડ રકમ રૂપીયા ૨,૬૯,૮૮૦/-

મજકુર પકડાયેલ આરોપીની ધરપકડ કરી આગળની ધોરણસર કાર્યવાહી કરેલ છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી