અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના. વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો.

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના.

વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ.

પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો.

લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડયા. મનપા અધિકારીઓ દોડી આવીને હાજર રહેલા લોકોના ટેસ્ટ કરાવાતા ૨ કલાકમાં 25 લોકો પોઝિટિવ નોધાયા.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ છે. શ્યામલમાં પાસે આવેલ ડી-માર્ટ માં કોરોના બોમ્બ ફાટ્યો છે. બે કલાકમાં કોરોનાના 25 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે આજ રાતથી કફર્યુ લાદી દેવામાં આવ્યો છે ત્યારે લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડ્યા હતા. એવામાં મનપા અધિકારીઓ ડિ માર્ટ દોડી ગયા હતા અને મોલ બંધ કરાવ્યો હતો તેમજ ત્યાં હાજર રહેલા લોકોના ટેસ્ટ કરાવાતા ૨ કલાકમાં ૨૫ લોકો પોઝિટિવ નોંધાયા હતા.