અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યુવકે રોડ પર તલવાર વડે કાપી કેક. ફોટા થયા વાયરલ..

અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દેવ બાદશાહ નામના યુવકે જાહેર રોડ પર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યા હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ફોટામાં યુવકને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ અંગે પોલીસે વાયરલ વિડીયો/ફોટાને લઈને દેવ બાદશાહ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.