*ગુજરાતના વિજ્ઞાનીઓએ શોધ્યું કોરોનાનું જીનોમ*

ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડવા માટે નવી નવી રીતો શોધી રહ્યું છે, આ બધા વચ્ચે ગુજરાતના વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસ સામેની જંગમાં એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત સરકારના ગુજરાત બોયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરએ કોરોનાના વંશસૂત્ર એટલે કે તેના સૂક્ષ્મ જીનોમ સિક્વન્સ શોધી લીધા છે. CMOના ટ્વિટર પેજ પર આ અંગે માહિતી આપવામાં આવી છે આ શોધથી કોરોના વાઈરસની ઉત્પત્તિ તેની દવા અને તેના પરિક્ષણમાં ઝડપ આવશે