*કૉંગ્રેસનાં અધીર રંજનની જીભ લપસી*

કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ફરીથી એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમણે બીજેપીનાં એક સભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવા પર વાંધો ઉઠાવતા પીએમ મોદી માટે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જેને સદનની કાર્યવાહીથી હટાવવો પડ્યો. લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળનાં નેતા અધીર રંજને કહ્યું કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક યુગમાં રહેતા હતા, જ્યારે આપણે ભૌતિક યુગમાં છીએ ત્યારબાદનાં એક શબ્દએ સદનમાં હોબાળો મચાવ્યો આ દરમિયાન તેમની બીજેપીનાં કેટલાક સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થઈ.