*ન્યાયયાત્રામાં ચોરી! રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં લોકોના ખિસ્સા કપાયા, કોર્પોરેટર નાં 45 હજાર ગાયબ*

*ન્યાયયાત્રામાં ચોરી! રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં લોકોના ખિસ્સા કપાયા, કોર્પોરેટર નાં 45 હજાર ગાયબ*

 

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં ત્રીજો દિવસ છે. તેમની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જો કે આ સ્થિતિનો લાભ ખિસ્સા કાતરુઓએ લીધો છે. રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

 

₹42 હજાર ચોરાયા

 

છોટાઉદેપુરના બોડેલીમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરૂ બેફામ બન્યા. ભીડમાં કોઇ શખ્સ નેતાઓ અને કાર્યકર્તાઓના ખિસ્સા કાપી ગયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાનાં કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ નાં પણ 45 હજાર રૂપિયા ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. જેમાં પબ્લિકે એક ખિસ્સાકાતરુને મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો. લોકો ખિસ્સા કાતરુંને મેથીપાક આપતા પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. અત્યાર સુધી 10 લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હોવાનું સામે આવ્યુ છે.

 

20-25 લોકોનો માલસામાન ચોરાયો

 

રાહુલે બોડેલીમાં એક સભા યોજી હતી. જે સભામાંથી પણ 20થી 25 જેટલા લોકોનો માલસામાન ચોરી થયો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી અને એક શખ્સને પકડી લીધો છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે યાત્રાનાં ત્રીજા દિવસે તેઓ નર્મદામાં પહોંચ્યા હતા. આવતીકાલે તેમની યાત્રા ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.