*અમિત શાહનું એલાન રામ મંદિરમાં 15 ટ્રસ્ટીઓ હશે*

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.