યુનાઈટેડ સ્ટેટએડવાઈઝરી કાઉન્સીલ ઓન હયુમન ટ્રાફીકીંગના સભ્ય હેરોલ્ડ હીઝા ૧૨ મીએ રાજપીપળાની મુલાકાતે.

માનવ અધિકાર અને હક્કો માટે લડતા યુવરાજ માનવેન્દ્રસિંહ સાથે મળીને ભારત અને અમેરીકા સાથે ભારતીયોને
પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવાની ખ્વાહીશ

હેરોલ્ડ હીસુઝાએ અમેરીકામાં બરાક ઓબામા ટ્રમ્પ સરકાર અને હવે જો બાઇડેનસાથે પણ સલાહકાર તરીકે
રહી ચુક્યા છે
હાલ તેઓ અમેરીકાના વ્હાઇટ હાઉસ ખાતે હયુમન ટ્રાફીકીંગલ્સનો ભોગ બનીને આવતા લોકોને કાઉન્સીલીગ
આપવાનું તેમની મદદ કરવાનું અને તેઓને કફોડી સ્થિતિમાંથી બહાર લાવવાની કામગીરી કરી રહયા છે.

રાજપીપળા તા 10

અમેરીકાનાયુનાઈટેડ સ્ટેટએડવાઇઝરી કાઉન્સીલ ઓન હયુમન ટ્રાફીકીંગના સભ્ય હેરોલ્ડ હીસુઝા હાલ
ગુજરાતની મુલાકાતે આવ્યા છે જેમા ૧૨ મીએ તેઓ રાજપીપળાની મુલાકાતે આવી રહયા છે તેઓ માનવ
અધિકાર અને હક્કો માટે લડતા યુવરાજ માનવેન્દ્રસિંહ રાાથે મળીને ભારત અને અમેરીકા સાથે ભારતીયોને પડતી
મુશ્કેલીઓમાં મદદરૂપ થવા તેમજ આ અંગે સાથે કામકરવાની તત્પરતા સાથે રાજપીપળા રાજવંત પેલેસ પર
પધારવાના હોવાનુ યુવરાજ માનવેન્દ્રએ માહીતી આપતા જણાવ્યુ હતુ.
અમેરીકા જવાનુ દરેકનુસ્વપ્ન હોય છે પણ ઘણા લોકો ગેરકાયદેસર રીતે એજન્ટ દ્વારા ૫૦ થી ૬૦લાખ
ખર્ચીનેતઓ ગ્રીનકાર્ડની લાલચમા સ્થાનીક વ્યક્તિઓ સાથે કોન્ટ્રાક્ટ મેરેજ કરે છે, જેમા તેઓ ફસાઇનજાય છે અને
ધાર્થીક રીતે બરબાદ થઇ જાય છે. અમેરીકા જવાનો પ્રયાસ કરે છે પડાયા પછી પસ્તાતા હોય છે ઉપરાંત વિદેશમાં
અભ્યાસ કરવા જતા સંતાનોને પણ માતાપિતાએ સતત માર્ગદર્શન આપતાવરહેવું જોઇએ.આવા કિસ્સાઓ
ભાગ્યે જ પ્રકાશમાં આવતા હોય છે. અમેરીકામાં હયુમન ટ્રાફીકીંગનો ભોગ બનનારા લોકો માટે સરકાર તરફથી
કામ કરતા હેરોલ્ડ ડીસુઝા હાલ ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે જો તમે હયુમન ટ્રાફીડીંગલ્સ
એટલે કે વિદેશમાં કાળી મજુર બનવા ઇચ્છતા નથી, તો ગેરકાયદેસર અમેરિકા પહોચવાની ખેવના ત્યજી
દેજો.હાલ તેઓ અમેરીકાના વ્હાઇટ હાઉસ ખાતે હયુમન ટ્રાફીકીંગલનો ભોગ બનીને આવતા લોકને કાઉન્સીલીગ
આપવાનું, તેમને મદદ કરવાનું અને તેઓને કફોડી સ્થિતિમાંથી બહાર લાવવાની કામગીરી કરી રહયા છે.
જેમાં તેઓએ છેલ્લા ૮ વર્ષમાં એવા કિસ્સા જોયા છે. જે માનવતાને શરમાવે તેવા હોય છે.ગેરકાયદેસર રીતે બીજા
દેશોની સરહદમાથી અમેરિકા આવવાનો પ્રયાસ કરતા ૧૦ ભારતીયોમાંથી માત્ર એક જ અમેરીક પહોચવામાં
સફળ થતા હોય છે. કેટલાક રસ્તામાજ મૃત્યુ પામતા હોય છે તો કેટલાક ભારત પરત ફરી જતા હોવાના કિસ્સા
તેઓએ નજર સામે જોયા હોવાનુંજણાવ્યુ હતુ. આટલી મુશ્કેલી બાદ પણ જે એક વ્યક્તિ અમેરિકા પહોચે તેની
પાસે પાસપોર્ટ કે કોઇ ડોક્યુમેન્ટન હોવાને કારણે તેણે આજીવન કાળી મજુરી કરવી પડતી હોવાના કિસ્સા
પણતેઓએ વર્ણવ્યા હતા.
વધુમાં જણાવ્યુ હતુ કે એજન્ટો માયાજાળમા યુવાનો વિદેશ જવાની ઘેલવામાં માતબરમા રકમ ખર્ચીને ગેરકાયદેસર
પ્રવેશ કરતા હોય છે. અને હયુમન ટ્રાફીકીગના માફીયાઓ દ્વારા તેઓનુ આર્થીક અને શારીરિક શોષણ થાય છે.
અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલ વ્યક્રિઓનવિવિધ શહેરોમા ગેસ સ્ટેશન, રેસ્ટોરન્ટ, મોટેલોમા શોષણ થાય છે.
અમેરિકા આવનારા દરેક વ્યકિત એ કાયદેસર રીતે જ પ્રવેશ મેળવવો જોઇએ. હેરાલ્ડડીસોઝાએ વધુમાં જણાવ્યું
હતું કે તેઓ પોતે પણ સહપરિવાર સાથે પ્રથમ વખત અમેરિકા ગયા ત્યારે હયુમન ટ્રાફીકીંગનો ભોગ બન્યા હતા.

યુવરાજના જણાવ્યા અનુસાર તેમણે ભારતીયોને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે જો તમે અમેરીકા જવા
માંગતા હોય તો કાયદેસર રીતે જ પ્રયાસ કરવો. જો ગેરકાયદેસર રીતે કોઇ તમને અમેરીકા પહોચાડવાની લાલચ
આપતુ હોય તો સાવધાન રહેવું. અમેરીકામાં કોન્ટ–ક્ટ મેરેજ કરતા પહેલા વીઝા ખાસ ચકાસી લેવાની સલાહ પણ
ભારતીયોને તેમણે આપી છે.

યુવરાજે જણાવ્યુ હતુ કેહેરોલ્ડ હીસુઝાએ અમેરીકામાં બરાક ઓબામા, ટ્રમ્પ સરકાર અને હવે જો બાઈડેન સાથે
પણ સલાહકાર તરીકે રહી ચુક્યા છે તે મારી સાથે કામ કરવા માંગે છે કારણકે મે માન અધિકાર માટે પણ
કામ કર્યુ છે.ભારતમા સમલીંગીકો સાથે અમેરીકામાં અને ભારતમાં સારો વ્યવહારથાય તેમને તેમના હક્કો મળે
તે માટે કામ કરવા ઇચ્છે છે. અમેરીકામાં કોઇ પણ સલાહકાર રાજપીપળા આવતા હોય એવી આ પહેલી અને
મુ ગૌરવદ ઘટના છે, આનંદની વાત એ છે કે તેઓ સારુ ગુજરાતી પણ બોલી લે છે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા